Pics : ગબ્બરમાં ચમકશે ઐતરાઝની જોડી ‘કરીનાક્ષય’
મુંબઈ, 10 ઑક્ટોબર : કરીના કપૂરે તેવુ મિથક તોડી નાંખ્યુ છે કે જેમાં કહે છે કે લગ્ન બાદ અભિનેત્રીઓની ડિમાંડ ઘટીજાય છે, પણ લગ્ન બાદ નથી કરીનાના કૅરિયર કે નથી ડિમાંડમાં કોઈ ઓટ આવી છે. આજે પણ જાહેરખબર જગતમાં તેમને સાઇન કરવા સ્પર્ધા છે, તો બીજી બાજુ ફિલ્મોની ઑફર્સ પણ સતત મળી રહી છે. તેનો તાજો દાખલો છે ગબ્બર ફિલ્મ.
તામિળની સફળતમ રમન્નાની હિન્દી આવૃત્તિ ગબ્બરમાં અભિનેત્રી કરીના કપૂર પુનઃ એક વાર અક્ષય કુમારની ઑપોઝિટ નજરે પડી શકે છે. ફિલ્મના નિર્માતા અક્ષય પોતે જ છે કે જેઓ પોતે જ કરીનાને સાઇન કરવા માંગે છે. મેગા બજેટ ધરાવતી ફિલ્મ ગબ્બરને તેલુગુ ફિલ્મ દિગ્દર્શક ક્રિશ દિગ્દર્શિત કરવાના છે. ફિલ્મનુ નિર્માણ અક્ષય કુમાર તથા સંજય લીલા ભાનુશાળી કરી રહ્યાં છે.
એમ તો ગબ્બર ફિલ્મ બે હીરોઇનો ધરાવતી એક્શન ફિલ્મ છે. હજી કરીના કપૂર સાથે વાત કરાઈ છે, પણ કરીનાએ હજી ફિલ્મ સાઇન નથી કરી. જો તેઓ ફિલ્મ સાઇન કરે, તો રામલીલા વિવાદ બાદ તેમની પ્રથમ ફિલ્મ હશે કે જે તેઓ એસએલબી સાથે કરશે. રામલીલા વખતે કરીનાએ એસએલબીને ઇનકાર કરી દીધો હતો અને તેથી જ દીપિકા પાદુકોણેને ફિલ્મમાં લેવાયા હતાં.
ક્રિશે જણાવ્યું - અમે અત્યાર સુધી હીરોઇનની પસંદગી કરી નથી. હાલ અમે નિર્માણ અગાઉની પ્રક્રિયામાં વ્યસ્ત છીએ. જ્યારે અમે નાયિકાની પસંદગી કરીશું, ત્યારે તેની જાહેરાત કરીશું. હાલ કંઈ કહેવું ઉતાવળિયુ ગણાશે. અક્ષય અને કરીનાએ ઐતરાઝ અને બેવફા જેવી ઘણી બધી સારી ફિલ્મો આપી છે.
હાલ તો એક નજર નાંખીએ અક્ષય-કરીનાની અત્યાર સુધની ફિલ્મો પર :

ગબ્બરમાં પુનઃ ચમકશે કરીનાક્ષય
ઐતરાઝ અને બેવફા જેવી હિટ ફિલ્મો આપનાર કરીનાક્ષયની જોડી હવે ગબ્બર ફિલ્મમાં ચમકી શકે છે. ફિલ્મના નિર્માતા અક્ષય કુમાર પણ કરીનાને આ ફિલ્મ માટે સાઇન કરવા માંગે છે. હવે ઇંતેજાર છે માત્ર કરીનાની હાનો.

દીવારના સેટ પર મળ્યાં કરીનાક્ષય
ક્ષય કુમારે પોતાની પ્રથમ જ ફિલ્મ દીવારમાં કરિશ્મા કપૂરને કામ આપ્યુ હતું. તે ફિલ્મના સેટ ઉપર કરીના સામાન્ય રીતે કરિશ્માને મળવા આવતાં. ત્યારથી અક્ષય કરીનાને જાણે છે.

ઐતરાઝ સફળ
અક્ષય કુમાર અને કરીના કપૂરની ઐતરાઝ ફિલ્મ સફળ રહી હતી.

બેવફા
કરીનાક્ષયની જોડી બેવફા ફિલ્મમાં પણ સફળ રહી હતી.

ડિમાંડ જળવાયેલી છે
કરીના કપૂરે તેવુ મિથક તોડી નાંખ્યુ છે કે જેમાં કહે છે કે લગ્ન બાદ અભિનેત્રીઓની ડિમાંડ ઘટી જાય છે, પણ લગ્ન બાદ નથી કરીનાના કૅરિયર કે નથી ડિમાંડમાં કોઈ ઓટ આવી છે.












Click it and Unblock the Notifications
