તૈમૂરે કર્યા બાપ્પાના દર્શન, કૂર્તા-પાયજામા લુકમાં ધમાલ, ફોટા વાયરલ

બોલિવુડના સૌથી ક્યુટ બેબી નવાબ તૈમૂર અલી ખાન એ ચર્ચિત સ્ટાર કિડ્ઝમાંનો એક છે જેની એક ઝલક માટે લોકો હંમેશા આતુર રહે છે.

બોલિવુડના સૌથી ક્યુટ બેબી નવાબ તૈમૂર અલી ખાન એ ચર્ચિત સ્ટાર કિડ્ઝમાંનો એક છે જેની એક ઝલક માટે લોકો હંમેશા આતુર રહે છે. આ જ કારણ છે કે તેના દરેક ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની જાય છે અને આવો જ એક ક્યુટ ફોટો હાલમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે કૂર્તો પાયજામો પહેરી રાખ્યો છે.

તૈમૂર અલી ખાને કર્યા બાપ્પાના દર્શન

તૈમૂર અલી ખાને કર્યા બાપ્પાના દર્શન

હાલમાં સમગ્ર દેશમાં ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. સામાન્યથી લઈ ખાસ લોકો હાલમાં બાપ્પાના દર્શન કરી રહ્યા છે. તૈમૂર અલી ખાને પણ બાપ્પાના દર્શન કર્યા અને ફેમિલી સાથે ધમાલ મચાવી.

પોતાના ફોઈના ઘરે ગઈ હતી કરીના કપૂર

પોતાના ફોઈના ઘરે ગઈ હતી કરીના કપૂર

તૈમૂરની મમ્મી કરીના કપૂર ખાન મંગળવારે પોતાની ફોઈ રીમા જૈનના ઘરે બાપ્પાના ઘરે દર્શન કરવા પહોંચી હતી. જ્યાં તેની સાથે તૈમૂર અલી ખાન પણ હાજર હતો. રીમા જૈનના બે પુત્રો અદાર અને અરમાન જૈને તૈમૂર સાથેના ફોટા અને વીડિયો જાહેર કર્યા જેમાં તૈમૂર મસ્તીભર્યા અંદાજમાં રમતો જોવા મળી રહ્યો છે.

ક્યુટનેસથી ભરપૂર ફોટો અને વીડિયો

ક્યુટનેસથી ભરપૂર ફોટો અને વીડિયો

તૈમૂર અલી ખાન માટે મામા અદાર જૈન રિમોટ કંટ્રોલ ફૂટબોલ લઈને આવ્યા છે. તૈમૂર તેને જોતા જ પોતાના પગથી તેને મારવા લાગે છે. વળી, તૈમૂરના હાથમાં મંજીરા જોવા મળી રહ્યા છે જેનાથી અંદાજ આવી જાય કે પૂજા વખતે તૈમૂર અલી મંજીરા વગાડી રહ્યો હશે. ખરેખર આ ફોટો અને વીડિયો ક્યુટનેસથી ભરપૂર છે જેને જોઈને કોઈ પણ તેને ઉચકીને રમાડવાનું વિચારશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X