મરતે દમ તક હીરોઇન બની રહીશ : કરીના કપૂર
મુંબઈ, 15 માર્ચ : બૉલીવુડના બેબો એટલે કે કરીના કપૂર જ્યારે ગત વર્ષે સૈફ અલી ખાન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં, તો લોકોને લાગ્યું કે હવે કરીના કપૂરનું ફિલ્મી કૅરિયર ઠપ થઈ જશે. અન્ય અભિનેત્રીઓની જેમ કરીના કપૂર પણ ટુંકમાં જ મોટા પડદેથી ગાયબ થઈ જશે, પરંતુ કરીનાએ તાજેતરમાં જ સૌના આવા વિચાર ઉપર પૂર્ણવિરામ મુકી દીધું અને જણાવ્યું કે તેઓ જીવશે તો હીરોઇન બનીને અને મરશે તો હીરોઇન બનીને.

કરીના કપૂરે જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે એક્ટિંગ કરતાં-કરતાં મરે. જો એક દિવસ પણ તેઓ શૂટિંગ અર્થે નથી જતાં, તો તેમને સારૂં નથી લાગતું. કરીનાએ એમ પણ જણાવ્યું કે ફિલ્મો બનાવવા અંગે હજી સુધી વિચાર્યું નથી. તેમણે તાજેતરમાં ફિક્કીના ઇનૉગ્રેશન સમારંભ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું - હું મરતે દમ તક એક્ટિંગ કરવા ધારુ છું. એક પણ દિવસ હું શૂટિંગ બંધ કરું, તે મને સારૂં નથી લાગતું. હું ઇચ્છુ છું કે મારૂં મોત પણ શૂટિંગના સેટ ઉપર જ થાય. ફિલ્મ મેકિંગ અંગે મેં હજી કંઈ વિચાર્યુ નથી. હું છેલ્લા શ્વાસ સુધી અભિનેત્રી જ બની રહેવા માંગુ છું.
કરીનાએ ડાંસિંગ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું - મને ડાંસિંગ ખૂબ ગમે છે અને હું ફિલ્મોમાં ડાંસ ચાલુ રાખીશ. જ્યારે ...ચિપકા લે ફેવીકૉલ સે... થિયેટરમાં ચલાવાય છે, તો મારી જાનમાં જાન આવી જાય છે.
નોંધનીય છે કે કરીના કપૂરે થોડાંક દિવસ અગાઉ જણાવ્યું હતું કે લગ્ન કરવાં અભિનેત્રી માટે ગુનો નથી. લગ્ન બાદ એવું નથી કે લોકો અભિનેત્રીના પાત્રને પસંદ કરવાનું બંધ કરી દે છે. તેમને તેમની તમામ ફિલ્મો સાથે પ્રેમ છે. તેઓ એક એવા ખાનદાન સાથે ધરોબો ધરાવે છે કે જેના રજે-રજમાં એક્ટિંગ વસે છે. કરીનાના દાદા રાજ કપૂરે પણ પોતાની ફિલ્મમાં એક ગીત શૂટ કર્યુ હતું કે જેના બોલ હતાં ...જીના યહાં મરના યહાં... કરીનાની આ વાત સાંભળી રાજ કપૂરનું આ ગીત યાદ આવી ગયું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
