જુઓ કરીનાએ શું પહેર્યુ હતું નિકાહ પાર્ટીમાં ?
મુંબઈ, 18 ઑક્ટોબર : બૉલીવુડના ગોલ્ડન કપલ સૈફ-કરીના સાથે સંકળાયેલ દરેક બાબત જાણવા લોકો આતુર છે. કરીના કપૂરના ફૅન્સ જાણવા ઉત્સુક છે કે કરના પોતાના લગ્નમાં કેવા લાગી રહ્યા હતાં, પરંતુ હવે તેમની ઉત્સુકતા અમે શાંત કરી દઇએ અને તસવીરો રજુ કરી દઇએ કે જે કરીનાની નિકાહ પાર્ટીની છે. તેમાં કરીનાએ ટ્રેડિશનલ લહેંગો અને બહુ બધી જ્વૅલરી પહેરી રાખી છે.

તેને જોયા બાદ આપને કરીના કોઈક રાણી કરતાં ઓછી નહિં લાગે. આ તે જ લહેંગો છે કે જે સૈફ અલી ખાનના માતા શર્મિલા ટાગોરે પોતાના લગ્નમાં પહેર્યો હતો. આ ફોટો કરીનાના ડ્રેસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પોતાના ટ્વિટર એકાઉંટ ઉપર પોસ્ટ કરી છે અને તસવીર નીચે લખ્યું છે Isn't Bebo looking gergeous?
આપને જણાવી દઇએ કે આજે સૈફના પૈતૃક ગામ પટૌડી ખાતે પટૌડી પૅલેસમાં શાનદાર દાવત-એ-વલીમાનું આયોજન કરાયું છે. આ ગ્રાંડ ફંક્શનમાં ઘણાં વીવીઆઈપી લોકો આવનાર છે. તેથી સલામતીના પુરતા બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. આ રૉયલ ફંક્શનમાં ઘણી બધી નામચીન હસ્તીઓ પણ પહોંચવાની શક્યતા છે.
કહેવાય છે કે આ પાર્ટી માટે સૈફના માતા શર્મિલા ટાગોર દ્વારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી, આયોજન પંચના ઉપાધ્ય મૉન્ટેકસિંહ અહલુવાલિયા, દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતા, ભાજપ નેતા અરુણ જેટલી, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અબ્બાસ અલી બેગ જેવી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
