For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેહના જન્મદિવસ પર કરીના, કરિશ્મા અને સોહા અલી ખાને કર્યુ વિશ, સામે આવ્યા ક્યુટ ફોટા!

કરીના કપૂર અને સૈફ અલી ખાના બીજા દીકરા જહાંગીર અલી ખાનનો આજે જન્મદિવસ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ તૈમૂર અલી ખાન જન્મ્યો ત્યારબાદ તે મીડિયા અને સોશિયલ મીડિયા યુઝર્સનો ફેવરિટ હતો પરંતુ હાલમાં તેનાથી વધુ ચર્ચા તેના ભાઈ જેહની થઈ રહી છે. કરીના કપૂર અને સૈફ અલી ખાના બીજા દીકરા જહાંગીર અલી ખાનને આ દુનિયામાં આવે એક વર્ષ પૂરુ થઈ ચૂક્યુ છે. આજે જેહ અલી ખાનનો જન્મદિવસ છે અને આ પ્રસંગો ઘણા સ્વજનો તેને સતત બર્થડે વિશ કરી રહ્યા છે. તૈમૂરના ભાઈ અને તેનો બીજો દીકરાના આવવાથી કરીના અને સૈફની જીંદગી હંમેશા માટે બદલાઈ ગઈ. કરીનાએ ગર્ભાવસ્થાનુ પુસ્તક લખવાનુ શરુ કર્યુ. તેણે આને ઓગસ્ટ 2021માં રિલીઝ કર્યુ અને આ ગર્ભાવસ્થા અને માતૃત્વની બધી વસ્તુઓ પર એક ઈમાનદાર કહાની હતી.

જેહના જન્મદિવસ પર કર્યુ વિશ

જેહના જન્મદિવસ પર કર્યુ વિશ

આ પ્રસંગે કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને સોહા અલી ખાને પોતાની રીતે જેહને જન્મદિવસે વિશ કર્યુ છે. કરિશ્મા કપૂરે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તે જેહ સાથે દેખાઈ રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે...'જેહ બાબાને પહેલો જન્મદિવસ મુબારક, તમને સૌથી વધુ પ્રેમ, અમારી ખુશીઓનુ બંડલ.'

એક વીડિયો શેર કર્યો છે

એક વીડિયો શેર કર્યો છે

આ ઉપરાંત સોહા અલી ખાને જેહનો એક વીડિયો શેર કર્યો છે અને લખ્યુ છે, 'શું આ મારે પહેલો બર્થડે છે.' આ વીડિયોમાં જેહ ખૂબ મસ્તી કરી રહ્યો છે. કરીના કપૂર ખાને પણ જેહને વિશ કર્યુ છે.

તૈમૂરની જેમ જેહ પણ ઘણો ક્યુટ છે

તૈમૂરની જેમ જેહ પણ ઘણો ક્યુટ છે

કરીના કપૂર ખાને સૈફ અલી ખાન સાથે જેહનો ફોટો શેર કર્યો છે અને લખ્યુ છે, 'ઓકે અબ્બા પણ ફોલો કરશે, આઈ લવ યુ.' આ બધાની પોસ્ટને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. જેહના આ ફોટા પર ફેન્સ સતત રિએક્ટ કરી રહ્યા છે અને તેમનુ કહેવુ છે કે તૈમૂરની જેમ જેહ પણ ઘણો ક્યુટ છે.

કેમેરા સામે એટલુ નથી આવતો

કેમેરા સામે એટલુ નથી આવતો

જો કે, તે મીડિયાના કેમેરા સામે એટલુ નથી આવતો કારણકે સૈફ અને કરીનાએ આમ કરવા માટે ના પાડી છે. સોશિયલ મીડિયા પર જો કે કરીના તેના ફોટા શેર કરતી રહે છે.

English summary
Kareena, Karisma and Soha Ali Khan wished on Jeh's birthday, See cute pictures!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X