For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તૈમૂર સાથે ટ્રોલર્સે પાર કરી બધી હદો, કૂદાકૂદ કરતા Video પર કરી ગંદી-ગંદી કમેન્ટ

સોશિયલ મીડિયા પર તૈમૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે પરંતુ એ વીડિયોને ટ્રોલ કરવા માટે યુઝર્સે બધી હદો પાર કરી દીધી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ એક્ટર સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાનની જેટલી લોકપ્રિયતા છે એટલી જ તેના મોટા દીકરી તૈમૂર અલી ખાનની પણ છે. તૈમૂર બૉલિવુડનો સૌથી વધુ છવાયેલો રહેતો સ્ટારકિડ છે. તેની ફેન ફોલોઈંગ પણ કોઈ સ્ટારથી કમ નથી. સોશિયલ મીડિયા પર તૈમૂરની ચર્ચા થતી રહે છે. જો કે તે અત્યારે 4 વર્ષનો છે પરંતુ મીડિયા કેમેરા તેની એક ઝલકને કેદ કરવા માટે ઉત્સુક રહે છે. સોશિયલ મીડિયા પર તૈમૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે પરંતુ એ વીડિયોને ટ્રોલ કરવા માટે યુઝર્સે બધી હદો પાર કરી દીધી.

તૈમૂરની એન્ટ્રી પર ટ્રોલર્સનો શરમજનક ચહેરો

તૈમૂરની એન્ટ્રી પર ટ્રોલર્સનો શરમજનક ચહેરો

વાસ્તવમાં, હાલમાં જ તૈમૂર પોતાની મમ્મી સાથે જોવા મળ્યો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ દરમિયાન તૈમૂર ઉછળકૂદ કરે છે જેને ત્યાં હાજર પાપારાઝી પોતાના કેમેરામાં કેદ કરી લે છે. તૈમૂર આ દરમિયાન મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે અને એક-બે વાર કૂદા-કૂદ કરે છે પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સે તૈમૂરનો આ મસ્તીભર્યો અંદાજ ગમ્યો નહિ અને તેને કમેન્ટસમાં ગાળો પણ આપી દીધી.

કમેન્ટમાં યુઝર્સની આ કેવી ભાષા?

કમેન્ટમાં યુઝર્સની આ કેવી ભાષા?

4 વર્ષના તૈમૂરની આ ધમાકેદાર સ્ટાઈલ એક તરફ તેના ફેન્સને ખૂબ ગમી ત્યાં બીજી તરફ અમુક લોકો એવા હતા જેમણે બાળકના તોફાન પર બધી હદો પાર કરીને કમેન્ટ્સની આઝાદીનો ખોટો ઉપયોગ કરીને તેને ગાળો લખી. તૈમૂરના આ વીડિયો પર યુઝર્સે ખરાબ વર્તન કરીને ગાળોથી ગુસ્સો કાઢ્યો.

શું બાળકોના નામ છે ગુસ્સાનુ કારણ?

શું બાળકોના નામ છે ગુસ્સાનુ કારણ?

જો કે આ પહેલી વાર નથી જ્યારે કરીનાના દીકરાને લઈને લોકોએ તેને ટ્રોલ કરી હોય. આ પહેલા જ્યારે કરીનાના મોટા દીકરાના નામનો સોશિયલ મીડિયા પર ખુલાસો થયો કે તેણે પોતાના દીકરાનુ નામ તૈમૂર રાખ્યુ છે તો લોકોએ જોરદાર ભડાશ કાઢી. લોકોએ સૈફ અને કરીનાને ટ્રોલ કર્યા. વળી, હવે પોતાના નાના દીકરાનુ નામ જહાંગીર રાખવા પર પણ કરીનાને લોકોએ ટ્રોલ કરી. લોકોનુ માનવુ છે કે સૈફે પોતાના દીકરાઓના નામ એવા વ્યક્તિઓ પર રાખ્યા છે જેણે ભારતને લૂટ્યા અને જોરદાર આતંક મચાવ્યો હતો.

English summary
Kareena Kkapoor Khan son Taimur jump Video viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X