Pics : સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો ટ્વિટર પર

મુંબઈ, 12 જાન્યુઆરી : બૉલીવુડના બેબો કરીના કપૂરે પોતાના પતિ સૈફ અલી ખાન સાથે પોતાના હનીમૂનની તસવીરો પોતે જ ટ્વિટર ઉપર ટ્વિટ કરી છે. કરીના કપૂર એવા પ્રથમ અભિનેત્રી છે કે જેમણે પોતાના હનીમૂનની તસવીરો પોતે જ ટ્વિટર પર નાંખી સૌને ચોંકાવી દીધાં છે. લગ્ન અગાઉ તો કરીના-સૈફે ક્યારેય એક-બીજા અંગે કંઈ પણ કહેવામાં સંકોચ રાખ્યો, પરંતુ લગ્ન થતાં જ બંને પોતાના સંબંધો અંગે એટલાં ખુલ્લા થઈ ગયાં કે પોતાના હનીમૂનની તસવીરો સુદ્ધા ટ્વિટર ઉપર જાહેર કરી નાંખી.

કરીના કપૂર અને સૈફ અલી ખાન છેલ્લા ઘણાં વખતથી ડેટિંગ કરી રહ્યાં હતાં અને ગત વર્ષે બંનેએ લગ્ન કરી લીધાં. ફિલ્મ ટશનના શુટિંગ દરમિયાન કરીના અને સૈફ વચ્ચે નિકટતાઓ વધી. પછી એક ફૅશન શો દરમિયાન સૈફે સૌની સામે જણાવ્યું કે તેઓ અને કરીના એક-બીજાને પસંદ કરે છે અને ડેટિંગ કરી રહ્યાં છે.

લગ્ન બાદ કરીના કપૂરે મીડિયાને જણાવ્યુ હતું - મને નથી લાગતું કે કંઈ પણ બદલ્યું છે. જો આપ પ્રેમમાં છો અને ખુશ છો, તો બસ આ જ મૅટર કરે છે. હું લગ્ન-સંસ્થામાં વિશ્વાસ ધરાવું છું. એ સાચું છે કે હું અને સૈફ એક-બીજાને પ્રેમ કરીએ છીએ અને અમે પોતાનું આખું જીવન એક-બીજા સાથે પસાર કરવા માંગીએ છીએ.

પોતાના લગ્ન બાદ કરીના કપૂરે પોતાની અને સૈફની કેટલીક તસવીરો ટ્વિટર પર નાંખી છે. આ તસવીરોમાં આપ જોઈ શકશો કે કઈ રીતે હાથે શૅમ્પેનનો ગ્લાસ લઈ સૈફે ખૂબ પ્રેમપૂર્વક કરીનાને પકડી રાખી છે અને એક તસવીરમાં આપ જોશો કે એક સેલિબ્રિટી હોવા છતાં કરીના કેટલાં પ્રેમથી પોતાના પતિ માટે કિચનમાં રસોઈ બનાવી રહ્યાં છે. તેમની ચારે બાજુ વાનગીઓ મુકેલી છે અને તેઓ હાથથી પોતાના વાળ સરખાં કરી રહ્યાં છે.

આવો તસવીરો જોઇએ સૈફ-કરીનાના પ્રેમના ઊંડાણનો આપ જ અંદાજો લગાવો.

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્ન ગત વર્ષે યોજાયા હતાં. લગ્ન સમારંભમાં મોટી-મોટી સેલિબ્રિટીઓને નહીં, પણ નજીકના સંબંધીઓને જ બોલાવાય હતાં. લગ્ન મુંબઈમાં થયાં, પરંતુ રિસેપ્શન દિલ્હીમાં યોજાયુ હતું.

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

લગ્ન બાદ કરીના પોતાની ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત હતાં, તો સૈફ પણ બુલેટ રાજાના શુટિંગ માટે લખનૌ પહોંચી ગયા હતાં. થોડાંક દિવસ બાદ કરીનાએ પણ છોટે નવાબને મળવા લખનૌ પહોંચી સરપ્રાઇઝ આપી હતી. કરીના-સૈફ લગ્ન બાદ તરત હનીમૂને ન જઈ શક્યાં, કારણ કે યશ ચોપરાનું નિધન થઈ ગયુ હતું.

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

કરીનાએ તાજેતરમાં સૈફ સાથેની તસવીરો ટ્વિટર પર નાંખી છે. આ તસવીરમાં સૈફે હાથમાં શૅમ્પેનનો ગ્લાસ લઈ કરીનાને જકડી રાખી છે.

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

આ તસવીરમાં કરીનાને રસોઈ બનાવતાં જોઈ શકાય છે. રસોઈ માટેની તમામ વાનગીઓ મુકેલી છે. આ દૃશ્ય જોઈને એક સામાન્ય ભારતીય મહિલાની તસવીર ઉપસી આવે છે.

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

આ તસવીર સૈફ-કરીનાની ક્રિસમસ ઉજવણીની છે. તેમની સાથે બીજા લોકો પણ છે.

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

સૈફ-કરીનાના હનીમૂનની તસવીરો

માન્યતા એવી છે કે સૈફ-કરીનાની પ્રથમ ફિલ્મ ટશન હતી, પરંતુ હકીકત એ છે કે બંનેની પ્રથમ ફિલ્મ હતી એલઓસી કારગિલ કે જે 2003માં રિલીઝ થઈ હતી. જોકે આ ફિલ્મમાં તેમની જોડીને હાઈલાઇટ નહોતી કરાઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X