17મી ઑક્ટોબરે લગ્ન કરશે સૈફ-કરીના

અમદાવાદ, 11 સપ્ટેમ્બર: બૉલીવુડમાં જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, તેવા સૈફ અને કરીનાના લગ્ન આવતા મહીનાની 17મી તારીખે થઈ શકે છે. બૉલીવુડના નવાબ પોતાની બેગમ સાથે 17મી ઑક્ટોબરે નિકાહ કરી શકે છે. એક ન્યુઝ વેબસાઇટે દાવો કર્યો છે કે સેફ-કરીના આવતા મહીને પતિ-પત્ની બની જશે. આ લગ્ન દરમિયાન ત્રણ કાર્યક્રમો થશે. લગ્ન તો મુંબઈમાં યોજાશે, પણ રિસેપ્શન દિલ્હી અને પટોડી ખાતે યોજાશે. રિસેપ્શન 18મી ઑક્ટોબરે યોજાશે.

Saif Ali Khan, Kareena Kapoor

સૈફ-ખરીનાના લગ્ન અંગે લાંબા સમયથી અટકળો ચાલી આવે છે. વેબસાઇટના જણાવ્યા મુજબ લગ્નની કંકોત્રીઓ છપાઈ ગઈ છે અને શર્મિલા ટાગોરએ કંકોત્રીઓ પણ વહેંચવાની શરૂઆત કરી દીધી છે.નથી.
એવું મનાઈ રહ્યું છે કે સેફ-કરીના આ જ વર્ષે લગ્ન-ગ્રંથિથી જોડાનાર છે.

અગાઉ સેફ-કરીનાની ફિલ્મ એજંટ વિનોદની રિલીઝ થવાની વાત હતી અને હવે કરીનાની ફિલ્મ ‘હીરોઇન'ની વાત છે. એજંટ વિનોદ રિલીઝ થયા બાદ ફ્લૉપ પણ થઈ ચુકી છે, જ્યારે હીરોઇન 21મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
આ પરિસ્થિતિમાં સેફ-કરીના બંને હાલ પુરતાં ફ્રી થઈ જશે. તેથી શક્ય છે કે વેબસાઇટનો દાવો સાચો પણ નિકળે. જોકે કેટલાંક લોકોનું માનવું છે કે લગ્નની વાત ફિલ્મ હીરોઇનની પબ્લિસિટી વધારવા માટે ફેલાવાઈ રહી છે. જે કઈં હશે, આવતા મહીને ખબર પડી જ જશે, પરંતુ એટલું તો નક્કી છે કે સૈફ-કરીનાના લગ્નના સમાચાર સાંભળવાની બધાને ઉતાવળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X