LHDDના મ્યુઝિક રિલીઝમાં કરીનાનું Wardrobe Malfunction!

મુંબઈ, 14 જૂન : કરીના કપૂર બૉલીવુડના સ્ટાઇલ આઇકૉનમાંના એક છે અને તેઓ વિવિધ ઇવેંટ્સમાં પોતાની સ્ટાઇલથી ઇમ્પ્રેસ પણ કરતા હોય છે, પરંતુ તાજેતરમાં જ પોતાના પિતરાઈ ભાઈ અરમાન જૈનની ફિલ્મના મ્યુઝિક રિલીઝ પ્રસંગે કરીના કપૂર વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ગયાં.

કરીના કપૂર પોતાના ફઈના પુત્ર અરમાન જૈનની આગામી ફિલ્મ લેકર હમ દીવાના દિલના મ્યુઝિક રિલીઝ ઇવેંટમાં સાડી પહેરીને પહોંચ્યા હતાં. કરીનાએ બ્લૅક બિકિની પહેરેલી હતી. આ દરમિયાન જ તેઓ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યાં કે જ્યારે તેમના બિકિની-બ્લાઉઝ સાથે લાગેલી સેફ્ટી પિન કૅમેરે કેદ થઈ ગઈ.

લેકર હમ દીવાના દિલ ફિલ્મના મ્યુઝિક રિલીઝ પ્રસંગે ફિલ્મની સ્ટાર કાસ્ટ અરમાન જૈન, દીક્ષા સેઠ તથા અરમાનના સંબંધીઓ કરીના કપૂર ઉપરાંત કરિશ્મા કપૂર, ઋષિ કપૂર, નીતૂ સિંહ, રાજીવ કપૂર સહિત કપૂર ખાનદાનના મોટાભાગના સભ્યો હાજર રહ્યા હતાં. જુઓ તસવીરો :

મ્યુઝિક રિલીઝ

મ્યુઝિક રિલીઝ

અરમાન જૈનની ડેબ્યુ ફિલ્મ લેકર હમ દીવાના દિલનુ તાજેતરમાં જ મ્યુઝિક રિલીઝ કરવામાં આવ્યું.

પિતરાઈ બહેનો હાજર

પિતરાઈ બહેનો હાજર

લેકર હમ દીવાના દિલના મ્યુઝિક રિલીઝ પ્રસંગે પિતરાઈ બહેનો કરીના કપૂર, કરિશ્મા કપૂર અને હીરોઇન દીક્ષા સેઠ સાથે અરમાન જૈન.

કપૂર ખાનદાનની હાજરી

કપૂર ખાનદાનની હાજરી

અરમાન જૈન રાજ કપૂરના દોહિત્ર છે અને એટલે જ આખુ કપૂર ખાનદાન આ પ્રસંગે હાજર હતો કે જેમાં રાજીવ કપૂર, ઋતુ નંદા, નીતૂ સિંહ, રીમા જૈન અને ઋષિ કપૂર પણ હાજર હતાં.

કરીનાનું વૉર્ડરોબ માલફંક્શન

કરીનાનું વૉર્ડરોબ માલફંક્શન

આ ઇવેંટમાં કરીના કપૂર બ્લૅક બિકિની-કમ-બ્લાઉઝ તથા સાડી પહેરી આવ્યા હતાં, પરંતુ તેમના આ બિકિની-બ્લાઉઝે દગો કર્યો હતો અને તેમાં તેમને સેફ્ટી પિનનો સહારો લેવો પડ્યો હતો.

કરીના-કરિશ્મા

કરીના-કરિશ્મા

ઇવેંટમાં કરીના સાથે કરિશ્મા કપૂર પણ હાજર હતાં.

અરમાન-દીક્ષા

અરમાન-દીક્ષા

મ્યુઝિક રિલીઝ પ્રસંગે ફિલ્મના કલાકારો દીક્ષા સેઠ અને અરમાન જૈને પરફૉર્મન્સ આપી હતી.

રહમાન-શ્વેતા

રહમાન-શ્વેતા

લેકર હમ દીવાના દિલમાં સંગીત એ આર રહમાને આપ્યું છે. તસવીરમાં રહમાન અને શ્વેતા પંડિત જણાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X