સૈફના જીવનમાં ત્રીજી સ્ત્રી તરીકે પ્રવેશ કરશે કરીના

સૈફ-કરીના બૉલીવુડના હૉટ કપલ બને, એ પહેલાં આપ સર્વેને જણાવી દઇએ કે સૈફ અને કરીના બંને એક-બીજાની પ્રથમ પસંદગી નથી. કરીના જ્યાં સૈફના જીવનમાં આવનાર ત્રીજી સ્ત્રી છે, તો સૈફ પણ કરીનાનો બીજો પ્રેમ છે.
સૈફે વર્ષ 1991માં પોતાના કરતાં 10 વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંઘ સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્ન સંબંધ 13 વર્ષ સુધી ટકી શક્યા હતાં. આ લગ્ન દરમિયાન સૈફને બે બાળકો પણ થયા. હેવ સૈફ-અમૃતાની પુત્રી સારા પણ જુવાનીના ઉંબરે પહોંચી છે, પણ 13 વર્ષ પછી સેફ-અમૃતા જુદાં થઈ ગયાં. અમૃતા પછી સૈફના જીવનમાં આવી ઇંટરનેશનલ ફેમ મૉડેલ રોઝા.
રોઝા સાથે સૈફની ઘણી અંતરંગ તસવીરો પણ જોવામાં આવી, પણ પછી સૈફ અને રોઝા વચ્ચે ખટરાગ પેદા થયો અને બંને જુદાં થઈ ગયાં. તે પછી વર્ષ 2008માં સૈફની લાઇફમાં કરીનાએ દસ્તક આપી અને આજે બંને લગ્ન કરી નવું જીવન શરૂ કરવાની તૈયારીમાં છે.
એવું નથી કે માત્ર સૈફની લાઇફમાં કરીના ત્રીજી સ્ત્રી છે. કરીનાની લાઇફમાં પણ સૈફ પ્રથમ પુરુષ નથી. કરીનાએ પણ લાંબા ગાળા સુધી શાહિદ કપૂર સાથે ડેટિંગ કરી હતી. શાહિદ કરીના કરતાં ઉંમર અને કરિયર બંનેમાં નાના હતાં. આ જ વાત તેમની વચ્ચેના બ્રેક-અપનું કારણ બની.












Click it and Unblock the Notifications
