કરિશ્મા કપૂર સાથે પતિએ હનીમૂન પર કરી એવી હરકત, ડિવૉર્સ મોંઘા પડ્યા, દર મહિને આપે છે 10 લાખ રુપિયા અને...

Karishma Kapoor: બૉલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર એક સમયે અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથે લગ્ન કરવા જઈ રહી હતી. બંનેએ સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ કેટલાક પારિવારિક કારણોસર આ શક્ય બન્યું ન હતું. સગાઈ તૂટ્યા પછી, 2003માં, કરિશ્મા કપૂરે દિલ્હીના એક મોટા ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા.

90ના દાયકામાં લોકોના દિલો પર રાજ કરનારી સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂરે લગ્ન તો કરી લીધા પરંતુ આ લગ્ન તેના માટે પીડાદાયક બની ગયા હતા. તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂરને હનીમૂન પર જ તેના પતિ સંજય કપૂરની વાસ્તવિકતા ખબર પડી હતી. આ પછી કરિશ્મા સાથેના તેમના લગ્ન તેના જીવનની સૌથી મોટી ભૂલ બની ગયા.

Karishma Kapoor

બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા બાદ કરિશ્મા કપૂરે પોતાની જાતને બૉલિવુડથી દૂર કરી લીધી હતી. સંજય અને કરિશ્માના લગ્ન 13 વર્ષ સુધી ચાલ્યા. આ પછી બંનેએ વર્ષ 2016માં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ખૂબ જ ખરાબ રીતે સમાપ્ત થયા. કરિશ્મા કપૂરે તેના પતિ સંજય કપૂર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન બાદ કરિશ્મા કપૂરને ઘણી ટોર્ચર કરવામાં આવી હતી. અભિનેત્રીએ પોતે ખુલાસો કર્યો હતો કે તેના પતિ સંજય કપૂરથી લઈને તેના સાસરિયાઓ અને તેના પતિના કેટલાક ખાસ મિત્રોએ તેને ઘણું દુઃખ આપ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં કરિશ્મા કપૂરે પોતાના દર્દભર્યા લગ્નજીવન વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જેના વિશે સાંભળીને કોઈ પણ ચોંકી જાય.

કરિશ્મા કપૂરે ખુલાસો કર્યો હતો કે સંજય કપૂર તેમના લગ્ન બાદથી તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો હતો. લગ્નની રાત્રે પણ સંજય કપૂરે કરિશ્મા કપૂરને તેના મિત્રો સાથે સૂવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, તેણે તેના મિત્રોને કરિશ્મા કપૂર સાથે સૂવાની કિંમત પણ જણાવી હતી. કરિશ્મા કપૂરે ના પાડી તો સંજયે તેને ખૂબ મારી.

કરિશ્મા કપૂરે ઈન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું હતું કે કરિશ્મા કપૂરની સાસુ તેની પ્રેગ્નેન્સી દરમિયાન તેની સાથે ખરાબ વર્તન કરતી હતી. કરિશ્માની સાસુએ તેને થપ્પડ પણ મારી હતી અને સંજયે તેના ભાઈને કરિશ્મા પર નજર રાખવા કહ્યું હતું. આ દરમિયાન કરિશ્મા કપૂરે એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો. બે બાળકો થયા પછી પણ કરિશ્મા અને સંજય કપૂરના સંબંધોમાં કોઈ સુધારો થયો નહોતો.

જ્યારે કરિશ્મા કપૂર આ લગ્નજીવનને સહન કરીને સંપૂર્ણપણે થાકી ગઈ હતી, ત્યારે તેણે તેના પતિ સંજય કપૂર સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. કરિશ્મા કપૂરે લગ્નના 11 વર્ષ બાદ 2016માં સંજય કપૂર સાથે છૂટાછેડા લીધા હતા. જો કે, તેમના છૂટાછેડા પણ સરળ નહોતા. સંજયે કરિશ્મા પર પૈસા માટે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

કરિશ્માએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ પણ નોંધાવ્યો હતો. બાળકોની કસ્ટડીનો મામલો પણ બંને વચ્ચે લાંબા સમય સુધી ચાલ્યો. બાદમાં કોર્ટે બંને પક્ષો સમક્ષ કેટલીક શરતો મૂકી હતી, જે સ્વીકાર્યા બાદ જ તેમના છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા હતા. હાલમાં, કરિશ્મા કપૂર સિંગલ મધર છે અને તેના બે બાળકો કિયાન અને સમાયરાનો ઉછેર પોતે કરી રહી છે. જ્યારે સંજય કપૂરે તેની નવી ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. કરિશ્મા તેના બે બાળકો કિઆન અને સમાયરાનો ઉછેર સિંગલ મધર તરીકે કરી રહી છે.

કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા લેવા સંજય કપૂરને મોંઘા પડ્યા. આ તૂટેલા સંબંધોની સજા સંજય કપૂર આજે પણ ભોગવી રહ્યો છે. વર્ષ 2016માં કરિશ્માએ તેના પતિ સંજય કપૂર સાથે છૂટાછેડા લીધા હતા. આ દરમિયાન સંજયે તેના બંને બાળકોના નામે 14 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. આ સિવાય કરિશ્માને સંજયના પિતાનું ઘર પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આજ સુધી સંજય કપૂર કરિશ્મા કપૂરને દર મહિને 10 લાખ રૂપિયા ભરણપોષણ માટે પણ આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X