Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લંડનમાં મનાવ્યો લોલોનો બર્થડે, તૈમુર લાઈમલાઈટમાં, જુઓ તસવીરો

હાલમાં જ કરિશ્મા કપૂર એટલે કે લોલોએ પોતાનો 44 મો બર્થડે મનાવ્યો છે. આ વખતે કરિશ્માએ પોતાનો જન્મદિવસ ફેમિલી સાથે લંડનમાં મનાવ્યો.

હાલમાં જ કરિશ્મા કપૂર એટલે કે લોલોએ પોતાનો 44 મો બર્થડે મનાવ્યો છે. આ વખતે કરિશ્માએ પોતાનો જન્મદિવસ ફેમિલી સાથે લંડનમાં મનાવ્યો. અહીં કરિશ્મા પોતાના બે બાળકો, સૈફ, કરીના કપૂર, બબિતા, સોનમ કપૂર અને તૈમુર સાથે જોવા મળી. જન્મદિવસની તસવીરોને કરિશ્મા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે પૂરા પરિવાર સાથે જોવા મળી રહી છે. વળી, કરિશ્માની આ તસવીરોમાં તૈમુરને તો તમે જોતા જ રહી જશો.

તૈમુરનુ ધ્યાન માત્ર કેક પર

તૈમુરનુ ધ્યાન માત્ર કેક પર

આ તસવીરોમાં જ્યાં બધા લોકો પોઝ આપી રહ્યા છે ત્યાં તૈમુરનુ ધ્યાન માત્ર કેક પર જ છે. કરિશ્માએ પોતાના બર્થડે પર ખૂબ જ ક્યુટ બ્લેક રંગનો ડ્રેસ પહેર્યો છે. વળી, તે પોતાની ગર્લ ગેંગ સાથે મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. કરિશ્માના આ ફોટાને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. વળી, તૈમુરનો આ ક્યુટ અંદાજ પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

44 વર્ષની થઈ કરિશ્મા

44 વર્ષની થઈ કરિશ્મા

90s માં બોલિવુડ ક્વીન મનાતી અભિનેત્રી કરિશ્મા કપૂર લગભગ બધા ટોપ એક્ટર્સ સાથે ધમાકેદાર જોડી બનાવી ચૂકી હતી. અજય દેવગણની જીગરી દોસ્ત હતી પરંતુ સૌથી વધુ ફિલ્મો સલમાન સાથે કરી હતી. તેમાં પણ સૌથી વધારે હિટ જોડી ગોવિંદા સાથે રહી હતી. બોલિવુડની આ સુપરસ્ટાર એક્ટ્રેસ છે કરિશ્મા કપૂર. 17 વર્ષની ઉંમરમાં બોલિવુડમાં આવનારી આ એકટ્રેસ આજે 44 વર્ષની થઈ ગઈ છે.

પર્સનલ લાઈફ અંગે ચર્ચામાં રહી

પર્સનલ લાઈફ અંગે ચર્ચામાં રહી

કરિશ્મા જેટલી પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહી છે તેટલી જ તેની પર્સનલ લાઈફ માટે પણ રહી છે. તેણે કેરિયરના પીકમાં જ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. આ પહેલા અભિષેક બચ્ચન સાથે તેના લગ્ન અંગે જબરદસ્ત ચર્ચાઓ ચાલી હતી. બંને પરિવારો પણ રાજી હતા. એવુ કહેવામાં આવે છે કે કરિશ્મા અને અભિષેકની સગાઈ પણ થઈ ગઈ હતી પરંતુ પછી કોઈ કારણોસર આ સંબંધ તૂટી ગયો અને કરિશ્માની જિંદગીમાં સંજય આવી ગયો. લગ્નના થોડા વર્ષો બાદ સંજય સાથે તેના છૂટાછેડા થઈ ગયા છે.

karishma
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X