Pics : ગબ્બર ખુશ હુઆ, કરિશ્માને મળ્યું આયટમ સૉંગ
મુંબઈ, 13 જાન્યુઆરી : પતિ સંજય કપૂરથી છુટાછેડા લઈ મુંબઈ પરત ફરી ચુકેલા કરિશ્મા કપૂર બૉલીવુડમાં કમબૅક કરવા આતુર છે. જોકે થોડાક સમય પહેલા કરિશ્માએ બૉલીવુડમાં કમ્બખ્ત ઇશ્ક ફિલ્મ દ્વારા કમબૅક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ફિલ્મ ખરાબ રીતે ફ્લૉપ નિવડી હતી. હવે ફરી એક વાર લાંબા બ્રેક બાદ કરિશ્મા કપૂરને સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં એક આયટમ નંબર કરવાની તક મળી છે. ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે.
જોકે હજી સુધી આ ખબર અંગે કોઈએ પણ કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ જ્યાં સુધી સાંભળવા મળે છે, તો આ ખબર એકદમ સાચી છે. સંજય લીલા ભાનુશાળીએ અક્ષય કુમાર સાથે બનાવવામાં આવી રહેલી ફિલ્મ ગબ્બરમાં કરિશ્મા કપૂરને એક આયટમ સૉંગ કરવાની ઑફર કરી છે. ગબ્બર તામિળની હિટ ફિલ્મ રમન્નાની રીમેક છે કે જેનું દિગ્દર્શન હિન્દીમાં પણ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા દિગ્દર્શક ક્રિશ કરી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

રમન્નાની રીમેક
ગબ્બર તેલુગુની હિટ રમન્ના ફિલ્મની હિન્દી રીમેક છે. આ ફિલ્મને સંજય લીલા ભાનુશાળી ઉપરાંત રમન્નાના દિગ્દર્શક કૃષ અને શબીના ખાન દિગ્દર્શિત કરવાના છે.

સંજય-અક્ષયની જોડી હિટ
શબીનાએ સંજય લીલા ભાનુશાળી તથા અક્ષય કુમાર સાથે રાઉડી રાઠોડમાં પણ કામ કર્યુ હતું કે જેણે સો કરોડની કમાણી કરી હતી.

ગબ્બરના સેટ પર કરિશ્મા
તાજેતરમાં જ કરિશ્મા કપૂર ગબ્બરના સેટ પર અક્ષય કુમાર સાથે દેખાયા હતાં.

પહેલી વાર આયટમ સૉંગ
કરિશ્મા કપૂર અગાઉ અક્ષય સાથે કેટલીક ફિલ્મો કરી ચુક્યાં છે. પહેલી વાર તેઓ આયટમ સૉંગ કરશે અને તે પણ અક્ષય સાથે.

કરીના કૅમિયો
ગબ્બર ફિલ્મમાં કરિશ્માના બહેન કરીના કપૂર કૅમિયો રોલમાં નજરે પડનાર છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
