સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકસાથે લંડનમાં માણી રહ્યા છે મઝા? આ ભૂલથી પકડાઈ ગઈ ચોરી!!

કાર્તિક આર્યન અને સારા અલી ખાને લંડનમાં એકસાથે નવા વર્ષની ઉજવણી કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Kartik Aaryan And Sara Ali Khan: નવા વર્ષ 2023નુ આગમન થઈ ચૂક્યુ છે અને આખી દુનિયાએ હર્ષભેર તેની ઉજવણી કરી. જેમાં બૉલિવુડ પણ પાછળ નથી રહ્યુ. નવા વર્ષની શરુઆતમાં જ કાર્તિક આર્યન અને સારા અલી ખાન વિશે ચર્ચાઓ તેજ બની છે. બંને વિશે એવા સમાચાર સામે આવ્યા છે જે ઘણા ચોંકાવનારા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ વખતે બંનેએ સાથે નવા વર્ષની ઉજવણી કરી છે.

કાર્તિક અને સારાએ શેર કરેલા ફોટા એક જ જગ્યાના

કાર્તિક અને સારાએ શેર કરેલા ફોટા એક જ જગ્યાના

તમને જણાવી દઈએ કે આ નવા વર્ષ પર આ બંનેએ શેર કરેલી તસવીરો જે એક જ જગ્યાએ ક્લિક કરવામાં આવી હતી અને લગભગ એક જ સમયે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. સારાએ રવિવારે કાચના ક્રિસમસ ટ્રીની અંદર ઉભા રહીને પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તે બ્લુ ક્રૉપ ટૉપ અને રંગીન જેગિંગ્સ અને શૂઝમાં હતી. આ સાથે તેણે નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

બંને વિશે થવા લાગી છે વાતો

બંને વિશે થવા લાગી છે વાતો

વળી, કાર્તિકે એક રેસ્ટોરાંમાં કોઈની સાથે ચા પીતાની તસવીર શેર કરી હતી. તેણે કેપ્શન આપ્યુ હતુ કે, 'ફક્ત મારા માટે કાળી ચા.' તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ક્લેરિજને લોકેશન તરીકે પણ ટેગ કર્યુ. બસ, પછી શું, બંને વિશે વાતો થવા લાગી છે અને લોકોનુ કહેવુ છે કે તેઓ ફરીથી સાથે જોવા મળવાના છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સારા અલી ખાન અને કાર્તિક આર્યનના નામ એકબીજા સાથે જોડાયેલા હતા પરંતુ થોડા સમય પછી બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ હતુ.

કાર્તિક-સારાનુ વર્કફ્રંટ

કાર્તિક-સારાનુ વર્કફ્રંટ

હવે બંને ફરી સાથે જોવા મળશે કે નહીં તે તો સમય જ કહેશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બંને સ્ટાર્સ પોતપોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે અને આ વર્ષ તેમના માટે શાનદાર રહેશે. કાર્તિક આર્યને 2022માં ભુલ ભુલૈયા 2 જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X