કાર્તિક આર્યનની આગલી ફિલ્મ 'આશિકી 3', ગીતની ઝલક સાથે જોરશોરથી થઈ ઘોષણા, જુઓ Video
કાર્તિકે જોરશોરથી તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે જે છે આશિકી. જુઓ ગીતની ઝલક.
મુંબઈઃ કાર્તિક આર્યન હાલમાં બેક ટુ બેક ધમાકા કરી રહ્યો છે. ભૂલ ભૂલૈયા 2ની અસાધારણ સફળતા પછી અભિનેતાએ તેની આગામી ફિલ્મ શાહજાદાનુ શૂટિંગ પૂર્ણ કરી લીધુ છે અને તેણે 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મનુ શૂટિંગ પણ શરૂ કર્યુ છે. પરંતુ આ દરમિયાન કાર્તિકે જોરશોરથી તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે જે છે આશિકી 3. તેમાં કોઈ શંકા નથી કે તેના ચાહકો માટે આ એક મોટુ સરપ્રાઈઝ છે. ભૂષણ કુમાર અને મુકેશ ભટ્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનુ નિર્દેશન અનુરાગ બાસુ કરશે. જ્યારે પ્રીતમ સંગીત આપશે. અરિજિત સિંહના અવાજમાં એક ગીતના ટૂંકા ટીઝર સાથે ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

અબ તેરે બિન જી લેંગે હમ, ઝેહર જિંદગી કા પી લેંગે હમ..
કાર્તિકે ફિલ્મનુ ટીઝર કરીને લખ્યુ, 'અબ તેરે બિન જી લેંગે હમ, ઝેહર જિંદગી કા પી લેંગે હમ.. 🎶 #Aashiqui3 ❤️ This one is going to be Heart-wrenching !! બાસુદા કે સાથ મેરી પહેલી ફિલ્મ 🤗
ફિલ્મ વિશે વાત કરતાં કાર્તિકે એક વેબસાઈટને જણાવ્યુ કે, "આશિકી" એક ટાઈમલેસ ક્લાસિક છે જેને જોઈને હું મોટો થયો છુ અને 'આશિકી 3' પર કામ કરવુ એ એક સપનુ સાકાર થવા જેવુ છે. આ તક માટે ભૂષણ કુમાર અને મુકેશ ભટ્ટ સાથે સહયોગ કરવા બદલ હું ભાગ્યશાળી અને આભારી છુ. હું અનુરાગ બસુના કામનો ખૂબ જ મોટો પ્રશંસક રહ્યો છુ અને આમાં તેમનો સહયોગ મને ઘણી રીતે પ્રેરણા આપશે.'

આશિકી સુપરહિટ
ઉલ્લેખનીય છે કે 1990માં આવેલી ફિલ્મ આશિકી સુપરહિટ રહી હતી. રાહુલ રૉય અને અનુ અગ્રવાલ અભિનીત તે ફિલ્મના ગીતો આજ સુધી એટલા લોકપ્રિય થયા છે. પછી વર્ષ 2013માં મોહિત સૂરીએ શ્રદ્ધા કપૂર અને આદિત્ય રૉય કપૂર અભિનીત 'આશિકી 2' સાથે ફ્રેન્ચાઇઝીને આગળ લઈ લીધી. તે બૉક્સ ઑફિસ પર પણ જોરદાર હિટ રહી હતી અને તેના ગીતો પણ જબરદસ્ત ચાર્ટબસ્ટર હતા.
કાર્તિક સાથે હશે કઈ હીરોઈન
ચર્ચા હતી કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ ત્રીજા ભાગમાં હશે પરંતુ ફિલ્મ ક્યારેય ફ્લોર પર ન આવી. જો કે હવે એ જોવાનુ રસપ્રદ રહેશે કે કાર્તિક સાથે કઈ અભિનેત્રીની જોડી બને છે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યનની આગામી ફિલ્મોમાં 'શહેજાદા', 'ફ્રેડી', 'સત્યપ્રેમ કી કથા' અને 'કેપ્ટન ઈન્ડિયા' પણ સામેલ છે.












Click it and Unblock the Notifications
