
કાર્તિક આર્યનને જોઈએ દીપિકા પાદુકોણ જેવી પત્ની, કારણ બહુ મઝાનુ છે
કાર્તિક આર્યને હાલમાં જ એક ઈન્સ્ટાગ્રામ લાઈવ ચેટ પર પોતાની ભાવિ પત્ની વિશે વાત કરી. જરા વિચારો કે તેને કોના જેવી પત્ની જોઈએ? જો તમારો જવાબ સારા અલી ખાન કે અનન્યા પાંડે હોય તો તમારો અંદાજ એકદમ ખોટો છે. કાર્તિક આર્યનને દીપિકા પાદુકોણ જેવી પત્ની જોઈએ. એવી પત્ની જે પોતાના પતિને પૂરા ગર્વ સાથે શો ઑફ કરી શકે.

બસ આ જ વાત કાર્તિકને પણ ગમી ગઈ
વાસ્તવમાં હાલમાં જ દીપિકા પાદુકોણે પોતાના ફેમિલીના વૉટ્સએપ ગ્રુપનો એક સ્ક્રીનશૉટ શેર કર્યો. આ સ્ક્રીનશૉટમાં દીપિકાએ રણવીરનો નંબર હેન્ડસમ નામથી સેવ કર્યો છે. બસ આ જ વાત કાર્તિકને પણ ગમી ગઈ. તેને પણ આવી જ પત્ની જોઈએ જે તેને બધાની સામે પૂરા ગર્વથી શો ઑફ કરી શકે. ચાલો જોઈએ કે કાર્તિકની આ તમન્ના કોણ અને ક્યારે પૂરી શકે છે.

ફિલ્મની તૈયારી
સમાચાર છે કે ઈમ્તિયાઝ અલી કાર્તિક આર્યન અને દીપિકા પાદુકોણને એક સાથે એક ફિલ્મમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ રાધા કૃષ્ણના અતૂટ પ્રેમ પર આધારિત હશે જે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ પ્રોડ્યુસ કરશે.

હાલમાં કોઈ ફિલ્મ નથી
જો કે દીપિકાએ કાર્તિક સાથે કામ કરવા પર જવાબ આપતા કહ્યુ - ના હાલમાં કાર્તિક આર્યન સાથે હું કોઈ ફિલ્મ નથી કરી રહી. તે ઈન્સ્ટાગ્રામ પર માત્ર અમે સ્ટોરીઝ શેર કરી હતી ત્યારબાદ બસ આ બધી અફવાઓ ઉડવા લાગી. પરંતુ હાલમાં અમે બંને સાથે આવો કોઈ પ્રોજેક્ટ નથી કરી રહ્યા.

કરી હતી ચેલેન્જ
કાર્તિકે પોતાની એક જૂના જમાનાના ફોટાને દીપિકાના ઓમ શાંતિ ઓમના ફોટા સાથે લગાવ્યો અને પૂછ્યુ કે કોઈ ડાયરેક્ટરમાં હિંમત છે અમને બંનેને એકસાથે કાસ્ટ કરવાની. બસ ત્યારબાદ બંને એકસાથે ફિલ્મ કરવાના સમાચાર આવવા લાગ્યા.

અમે ત્રણે એક જેવા
દીપિકાનુ માનવુ છે કે કાર્તિક, રણવીર અને તે, ત્રણે કોઈ બેકિંગ કે ફેમિલી કનેક્શનના કારણે નથી આવ્યા. અમે ઝીરોથી શરૂઆત કરી છે. તો ઝીરોથી આવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સમજવી અને અહીં કામ કરવાનો મોકો મળવો અમારા માટે બહુ મોટી વાત છે.

ભાગ્યશાળી છે અમે લોકો
દીપિકાનુ માનવુ હતુ કે આ દેશમાં જ્યાં દર ત્રીજો વ્યક્તિ ફિલ્મોમાં આવવા ઈચ્છે છે પરંતુ તેને એ મોકો નથી મળી શકતો. અમે બધા અમુક ભાગ્યશાળી લોકોમાંથી છીએ. કાર્તિકમાં કામ પ્રત્યે એ સચ્ચાઈ, મહેનત અને ઉત્સાહ દેખાય છે.

સાથે કરીશુ કામ
મને કાર્તિકમાં સૌથી સારી વાત એ લાગે છે, તે એ કે કાર્તિક સફળ થવા માટે ગમે તેટલી મહેનત કરવા માટે તૈયાર છે અને તેનો તેને કોઈ અફસોસ નથી. તે જે દેખાય છે એ જ છે. આશા રાખુ છુ કે મને કાર્તિક સાથે કામ કરવાનો મોકો મળશે.

સાથે ડાંસ વાયરલ
ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ અને કાર્તિક આર્યન હાલમાં જ એરપોર્ટ પર ટકરાઈ ગયા હતા જ્યાં કાર્તિકે દીપિકાને પોતાની આવનારી ફિલ્મ પતિ, પત્ની ઓર વોના ગીત ધીમે ધીમેના ડાંસ સ્ટેપ શીખવાડ્યા હતા અને બંનેએ એરપોર્ટ પર જ ડાંસ કર્યો હતો. આ વીડિયો વાયરલ થઈ ગયો હતો.

ફેન્સ ઉત્સાહિત
જો કે કાર્તિક આર્યન અને દીપિકા પાદુકોણની જોડીને એક સાથે જોવા માટે ફેન્સ ઘણા ઉત્સાહિત છે. હવે જોવાનુ છે કે આ જોડી પર કયા ડાયરેક્ટરની નજર ઝડપથી પડે છે.
સોનમ કપૂરના બર્થડે પર તેના બાળપણથી લઈને ફિલ્મો સુધીના Rare Pics વાયરલ