• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : કૅટની બર્થ ડે પાર્ટીમાં રણબીર ફર્સ્ટ ગેસ્ટ, સલમાન ગાયબ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 જુલાઈ : બૉલીવુડમાં આજકાલ કૅટરીના કૈફ અને રણબીર કપૂર વચ્ચે અફૅર્સની ચર્ચાઓ જોર પકડતી જાય છે. ગઈકાલે કૅટનો 29મો જન્મ દિવસ હતો. દિવસ ભર અટકળો લગાવાતી રહી કે કૅટ કોની સાથે જન્મ દિવસ ઉજવશે, પરંતુ રાત્રે જ્યારે પાર્ટી યોજાઈ, ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે કૅટ આ વખતનો જન્મ દિવસ રણબીર સાથે જ ઉજવી રહ્યાં છે. મહત્વની બાબત એ હતી કે કૅટને જન્મ દિવસે પાર્ટી આમિર ખાને આપી અને રણબીર પ્રથમ ગેસ્ટ બન્યાં, તો બીજી બાજુ કૅટને બૉલીવુડમાં લાવનાર સલમાન ખાન પાર્ટીમાં શોધ્યે ન જડ્યાં.

ઘણા સમયથી રણબીર સાથે દીપિકા અને કૅટરીના સાથે સલમાન ખાનના નામો જોડાતાં રહ્યાં છે, પરંતુ ધીમે-ધીમે આ ચર્ચાઓ ઉપર વિરામ લાગતું ગયું છે. રણબીર-દીપિકા ભલે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં સાથે કામ કર્યું હોય, છતાં એ વાત તો સાચી જ છે કે બંને વચ્ચે બ્રેક-અપ ઘણા વખત પહેલાં જ થઈ ગયુ હતું, તો બીજી બાજુ કૅટરીનાને બૉલીવુડમાં લાવનાર સલમાન ખાન અને કૅટરીના વચ્ચે પણ સંબંધો સાવ સામાન્ય તો નથી જ અને આ વાત ગઈકાલે યોજાયેલ પાર્ટીમાં સ્પષ્ટ થઈ ગયાં.

આમિરે પોતાના પત્ની કિરણ રાવ દ્વારા નિર્મિત શિપ ઑફ થેસસ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન કૅટરીના કૈફના જન્મ દિવસની પાર્ટી પણ યોજી. આ પાર્ટીમાં રણબીર કપૂર ઉપરાંત અનેક બૉલીવુડ હસ્તીઓએ હાજરી આપી, પરંતુ સૌના આકર્ષણના કેન્દ્ર તો રણબીર કપૂર જ રહ્યાં કે જેમની સાથે કૅટરીના કૈફ થોડાંક દિવસ અગાઉ સ્પેન ખાતે વૅકેશન ગાળી આવ્યાં. બંનેએ ત્યાં ખૂબ મસ્તી કરી હતી.

આવો તસવીરોમાં જોઇએ આમિર ખાન દ્વારા કૅટના જન્મ દિવસે અપાયેલ પાર્ટીની તસવીરો :

આમિર ખાન-રાણી મુખર્જી

આમિર ખાન-રાણી મુખર્જી

આમિર ખાને શિપ ઑફ થેસસના સ્પેશિયલ સ્ક્રીનિંગ સાથે કૅટરીનાની બર્થ ડે પાર્ટી યોજી કે જેમાં રાણી મુખર્જી પણ હાજર રહ્યા હતાં.

રણબીર કપૂર ફર્સ્ટ ગેસ્ટ

રણબીર કપૂર ફર્સ્ટ ગેસ્ટ

કૅટની બર્થ ડે પાર્ટીમાં સૌપ્રથમ રણબીર કપૂર પહોંચ્યા કે જેમની સાથે કૅટ આજકાલ બહુ જોવા મળે છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

બર્થ ડે પાર્ટીમાં ખુશખુશાલ જણાતાં કૅટરીના કૈફ.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

કૅટની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યાં અર્જુન કપૂર.

આશુતોષ ગોવારીકર

આશુતોષ ગોવારીકર

કૅટરીનાની બર્થ ડે પાર્ટીમાં રણબીર ઉપરાંત અનેક બૉલીવુડ હસ્તીઓ પહોંચી હતી.

અતુલ કુલકર્ણી

અતુલ કુલકર્ણી

આમિર ખાને આ પાર્ટી યોજી હતી. ગઈકાલે આખો દિવસ એ અટકળો લગાવાતી હતી કે કૅટ કોની સાથે બર્થ ડે ઉજવશે.

અવંતિકા-ઇમરાન ખાન

અવંતિકા-ઇમરાન ખાન

જોકે આમિરે આપેલી પાર્ટી દરમિયાન રણબીર કપૂર પ્રથમ ગેસ્ટ બનતાં આ અટકળો સમાપ્ત થઈ ગઈ.

જૅકી શ્રૉફ

જૅકી શ્રૉફ

રણબીર ફર્સ્ટ ગેસ્ટ બનતાં કૅટ-રણબીર વચ્ચે અફૅર્સની ચર્ચાઓને વધુ બળ મળ્યો છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

તાજેતરમાં એમ પણ જાણવા મળ્યુ હતું કે કૅટરીના કૈફ પોતાના પરિવાર સાથે થોડોક સમય પસાર કરવા લંડન ગયા હતાં.

કરણ જૌહર

કરણ જૌહર

લંડનમાં રણબીર કપૂર અને તેમના માતા નીતૂ પણ હતાં.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

લંડન ખાતે કૅટરીના, રણબીર અને નીતૂ ત્રણેએ સાથે ડિનર કર્યું અને નીતૂએ કૅટરીના સાથે ખૂબ એંજૉય કર્યું. કહે છે કે નીતૂને કૅટરીના રણબીર માટે પસંદ પડી ગયાં છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

અગાઉ પણ સાંભળવા મળ્યુ હતું કે નીતૂ રણબીરના ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણેથી ખુશ નથી. તેથી જ રણબીર અને દીપિકા પાદુકોણે જુદા થઈ ગયા હતાં, પરંતુ કૅટરીના કૈફ સાથે નીતૂ સિંહની નિકટતા જોઈ લાગે છે કે તેમણે કૅટરીના માટે હા કરી દીધી છે.

કિરણ રાવ

કિરણ રાવ

રણબીર અને કૅટરીના વચ્ચે અફૅર્સની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચાઓને એ સમયે વધુ ગતિ મળી કે જ્યારે બંનેને સ્પેનમાં મોજ-મસ્તી કરતાં જોવામાં આવ્યાં.

કુણાલ કપૂર

કુણાલ કપૂર

સ્પેનથી મુંબઈ પાછા ફરનાર રણબીર કપૂર અને કૅટરીના કૈફ દ્વારા સ્પેનના ઇબિઝા શહેરમાં કરાયેલી મસ્તીની તસવીરો પણ તાજેતરમાં જ જાહેર થઈ છે. સ્વાભાવિક છે આ તસવીરો જોઈ દીપિકા પાદુકોણે અને સલમાન ખાન બંનેને ઈર્ષ્યા થઈ શકે છે.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

રણબીર-કૅટને તાજેતરમાં જ ઇબિઝા ખાતે ડેવિડ ગુએટાના મ્યુઝિક કૉન્સર્ટમાં જોવામાં આવ્યાં. તેમણે પોતાની આ ટ્રિપ ખાનગી રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ કૅમેરામાં ઝડપાઈ જ ગયાં.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ગુએટા કૉન્સર્ટમાં ભારે ભીડ વચ્ચે રણબીર-કૅટરીનાની આ તસવીરો રણબીરની ફૅન્સ ક્લબ વેબસાઇટ ઉપર પોસ્ટ કરવામાં આવી છે.

ખુશખુશાલ રણબીર

ખુશખુશાલ રણબીર

રણબીરના માતા નીતૂ સિંહ પણ કૅટરીના કૈફને રણબીર માટે પરફેક્ટ ચૉઇસ ગણે છે. તાજેતરમાં જ તેમણે લંડન ખાતે કૅટ સાથે ડિનર પણ લીધુ હતું.

સિદ્ધાર્થ મલ્હોત્રા-આલિયા ભટ્ટ

સિદ્ધાર્થ મલ્હોત્રા-આલિયા ભટ્ટ

રણબીર-કૅટ બૉલીવુડની હિટ જોડી છે. તેમની પ્રથમ ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાની હતી કે જે 2009માં રિલીઝ થઈ હતી.

ઝોયા અખ્તર

ઝોયા અખ્તર

અજબ પ્રેમ કી ગઝબ કહાની બાદથી જ રણબીર-કૅટના રોમાંસની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, પણ બંને અત્યાર સુધી મૌન જ રહ્યાં છે. જોકે રોમાંસ અંગે રણબીર-કૅટના મૌન વચ્ચે સ્પેન ખાતે તેમણે પસાર કરેલી આ અંગત ક્ષણો ઘણું બધું કહી જાય છે. તસવીરો પણ મૌન રહી બધું બોલી જ રહી છે.

English summary
Katrina Kaif Celebrated birthday with Ranbir Kapoor at Aamir Khan Bash.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X