રણબીરની બર્થ ડે પાર્ટીમાં પહોંચી માશૂકાઓ

મુંબઈ, 28 સપ્ટેમ્બર : બૉલીવુડના રૉકસ્ટાર રણબીર કપૂર આજે 30 વરસના થઈ ગયાં. થોડીક જ ફિલ્મોથી લોકોના દિલો સુધી પહોંચેલ રણબીર કપૂરે માશૂકાઓ ઘણી બધી બનાવી લીધી છે. જેમ કે દીપિકા પાદુકોણે, કેટરીના કૈફ, અનુષ્કા શર્મા, નરગિસ ફખરી અને પ્રિયંકા ચોપરા.

Ranbir Birthday

રણબીર કપૂરે જે પણ અભિનેત્રી સાથે કામ કર્યું, તેનું નામ તેની સાથે જોડી દેવાયું. પરંતુ રણબીર હંમેશા કહેતા આવ્યો છે કે દીપિકા સિવાય તેણે ક્યારેય કોઈની સાથે પ્રેમ નથી કર્યો. બસ દીપિકા જ હતી, જેનાથી તેને ક્યારેક, કોઈ જમાનામાં મહોબ્બત હતી, પરંતુ તે સંબંધ હવે રહ્યો નથી. હાલ અમે બંને સારા મિત્રો છીએ. એનાથી વિશેષ કઈં નથી.

પરંતુ બાકીની અભિનેત્રીઓનુ શું? શક્ય છે કે રણબીર આ હસીનાઓ સાથે દિલ ના લગાવતાં હોય, પરંતુ હુશ્નની પરીઓનું દિલ તો મીઠી બર્ફી રણબીર ઉપર આવી જ શકે છે. એટલે જ તો રણબીરની બર્થ ડે પાર્ટીમાં દરેક અભિનેત્રી પોતાનું કામ છોડીને પહોંચી ગઈ. બાકી બધું તો ઠીક, પણ રણબીરની પાર્ટીમાં કેટરીના કૈફ પણ આવી કે જે સલમાનની પાર્ટી સિવાય ક્યાંય જવાનું પસંદ નથી કરતી.

ખેર, હવે આ માત્ર હસીનાઓની દોસ્તી હતી કે બીજુ કઈં, એ તો ખબર નથી, પણ હકીકત એ જ છે કે આ બધી તથાકથિત માશૂકાઓએ રણબીરની બર્થ ડે પાર્ટીમાં પહોંચી ચાર ચાંદ લગાવી દીધાં. સૌએ દિલથી રણબીરને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી અને ઈશ્વર પાસે રણીરની સફળતા તેમજ લાંબા આયુષ્યની દુઆ માંગી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X