Pics : રણબીર માટે કૅટરીના છે નીતૂની ચૉઇસ
મુંબઈ, 27 જૂન : ભલે હજી સુધી રણબીર કપૂર અને કૅટરીના કૈફ પોતાના સંબંધો અંગે કંઈ ખુલીને ન કહેતાં હોય, પણ લાગે છે કે રણબીરના માતા નીતૂ સિંહ કપૂરને કૅટરીના ગમે છે. તાજેતરમાં જ કૅટરીના કૈફ અને નીતૂ સિંહને લંડન ખાતેના એક રેસ્ટોરંટમાં સાથે ડિનર કરતાં જોવામાં આવ્યાં. આ પ્રસંગે નીતૂ કૅટરીના સાથે ખૂબ ખુશ દેખાતા હતાં.
કહે છે કે કૅટરીના કૈફ પોતાના પરિવાર સાથે થોડોક સમય પસાર કરવા લંડન ગયા હતાં કે જ્યાં રણબીર કપૂર અને તેમના માતા નીતૂ પણ હતાં. ત્રણેએ સાથે ડિનર કર્યું અને નીતૂએ કૅટરીના સાથે ખૂબ એંજૉય કર્યું. નીતૂએ જબ તક હૈ જાન ફિલ્મમાં કૅટરીનાના માતાનો રોલ કર્યો હતો. અગાઉ પણ સાંભળવા મળ્યુ હતું કે નીતૂ રણબીરના ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણેથી ખુશ નથી. તેથી જ રણબીર અને દીપિકા પાદુકોણે જુદા થઈ ગયા હતાં, પરંતુ કૅટરીના કૈફ સાથે નીતૂ સિંહની નિકટતા જોઈ લાગે છે કે તેમણે કૅટરીના માટે હા કરી દીધી છે.
આવો જોઇએ તસવીરો :

ડિનર
તાજેતરમાં જ કૅટરીના પોતાના બૉયફ્રેન્ડ રણબીર અને તેમના માતા નીતૂ સાથે લંડનના એક રેસ્ટોરંટમાં ડિનર કરતાં દેખાયાં.

કૅટ-ઋષિ
કહે છે કે કૅટ લંડનમાં પોતાના પરિવાર સાથે સમય ગાળવા ગયા હતાં, પરંતુ ત્યાં રણબીર અને નીતૂ પણ હતાં.

ઋષિ-નીતૂ-રણબીર
ડિનર દરમિયાન નીતૂ તથા કૅટ એક-બીજા સાથે બહુ ખુશ દેખાયાં.

જબ તક હૈ જાન
નીતૂએ જબ તક હૈ જાનમાં કૅટના માતાનો રોલ કર્યો હતો.

રણબીર-કૅટ
રણબીર-કૅટે પોતાના સંબંધો અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પણ સામાન્ય રીતે તેઓ સાથે દેખાય છે.












Click it and Unblock the Notifications
