For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન પહેલા મા સુઝેન સાથે વિકી કૌશલના ઘરે પહોંચી કેટરીના કૈફ

રવિવારે સાંજે કેટરીના પોતાની મા અને બહેન સાથે વિકી કૌશલના ઘરે પહોંચી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન હાલમાં ચર્ચામાં છવાયેલા છે. રવિવારે સાંજે કેટરીના પોતાની મા અને બહેન સાથે વિકી કૌશલના ઘરે પહોંચી. વ્હાઈટ સાડીમાં સ્પૉટ થયેલી કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. સાડીમાં જોવા મળેલી કેટરીના કૈફે પાપારાઝીનુ હાથ હલાવીને અભિવાદન પણ કર્યુ. જણાવવામાં આવી રહ્યુ છે કે કેટરીના અને વિકીનો પરિવાર લગ્ન પહેલા એકબીજાને મળી રહ્યા છે.

કેટરીના કૈફ સજી-ધજીને વિકી કૌશલના ઘરે પહોંચી

કેટરીના કૈફ સજી-ધજીને વિકી કૌશલના ઘરે પહોંચી

શનિવારે રાતે કેટરીના કૈફ સજી-ધજીને વિકી કૌશલના ઘરે પહોંચી. કેટરીના સાથે તેની મા સુઝેન અને પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળ્યા. કેટરીનાની મા સુઝેને લીલા રંગનો કુર્તો સલવાર પહેર્યો હતો. કેટરીા કૈફની મા સુઝેન ટરકોટો હાલમાં વિકી કૌશલની જૂની કારનો ઉપયોગ કરી રહ્યા છે. વિકીની મર્સિડીઝ બેંઝ જીએલસી સુઝેન ટરકોટે મુંબઈ જવા માટે ઉપયોગ કરી રહ્યા છે.

કેટરીના પોતાની મા સુઝેન ટરકોટે સાથે વિકી કૌશલના ઘરે પહોંચી

કેટરીના પોતાની મા સુઝેન ટરકોટે સાથે વિકી કૌશલના ઘરે પહોંચી

કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની આ છેલ્લી મિનિટની તૈયારીઓ છે. બંને 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં બરવારામાં લગ્ન કરી રહ્યા છે. કથિત રીતે પરિવાર 6 ડિસેમ્બરે રાજસ્થાન માટે રવાના થશે. કેટરીના આજે આખો દિવસ ક્લિનિક અને જિમ વિઝિટમાં વ્યસ્ત છે. રવિવારે સાંજે કેટરીના પોતાની મા સુઝેન સાથે વિકી કૌશલના ઘરે પહોંચી. કેટરીના પોતાના લગ્ન માટે પ્રાઈવસી રાખી રહી છે.

લગ્નમાં શામેલ થવા માટે કેટના ભાઈ બહેન પણ મુંબઈ પહોંચ્યા

લગ્નમાં શામેલ થવા માટે કેટના ભાઈ બહેન પણ મુંબઈ પહોંચ્યા

આ પહેલા શનિવારે કેટરીનાના ભાઈ સેબસ્ટિયન લૉરેન્ટ મિશેલ પણ કેટરીનાના લગ્નમાં શામેલ થવા માટે ભારત પહોંચી ચૂક્યા છે. તેમના ભાઈ બહેન અને મા મુંબઈમાં શૉપિંગ કરતા પણ સ્પૉટ કરવામાં આવ્યા છે. આ પહેલા સવાઈ માધોપુરના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કિશને સેલિબ્રિટી લગ્ન દરમિયાન ચાર દિવસ માટે કાયદો અને વ્યવસ્થા પર ચર્ચા કરવા માટે જિલ્લા પ્રશાસનના અધિકારીઓની એક બેઠકની પુષ્ટિ કરી હતી.

English summary
Katrina Kaif and her mother reaches Vicky Kaushal's home ahead of their wedding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X