કેટરીના-વિકી લગ્ન પછી આ ડ્રીમ ડેસ્ટિનેશન પર જશે હનીમૂન, સામે આવી વિગતો

હવે સમાચાર એ પણ છે કે કેટરીના-વિકી લગ્ન પછી આ ડ્રીમ ડેસ્ટિનેશન પર હનીમૂન માટે માલદીવ પણ જશે.

જયપુરઃ બૉલિવુડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફ આવનારી 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના સિસ્કસ સેંસ ફોર્ટમાં લગ્નના બંધનમાં બંધાવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કેટરીના અને વિકીના લગ્નને લઈને જેટલી પણ ચર્ચા અત્યાર સુધી સોશિયલ મીડિયા પર થઈ ચૂકી છે એટલી કોઈ પણ બૉલિવુડ સેલિબ્રિટીના લગ્નને લઈને નથી થઈ. હવે સમાચાર આવી રહ્યા છે કે કેટરીના કૈફ અને વિકી કૌશલ બંને પોતાની ફિલ્મો સમયે પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે માટે તેમની પાસે હનીમૂન માટે સમય નહિ હોય.

લગ્ન પછી કેટરીના પોતાની ફિલ્મના સેટ પર વાપસી કરશે

લગ્ન પછી કેટરીના પોતાની ફિલ્મના સેટ પર વાપસી કરશે

મીડિયા રિપોર્ટસ મુજબ લગ્ન બાદ કેટરીના પોતાની ફિલ્મના સેટ પર વાપસી કરશે. તેની પાસે ટાઈગર 3(સલમાન ખાન સાથે) અને શ્રીરામ માધવનની આગલી ફિલ્મ વિજય સેતુપતિ સાથે છે. બંનેના શૂટિંગ લગ્ન પછી તરત જ ડિસેમ્બરમાં ફરીથી શરુ થવાની સંભાવના છે. પરંતુ હવે સમાચાર એ પણ છે કે આ કપલ હનીમૂન માટે માલદીવ પણ જશે. પિંકવિલાના એક રિપોર્ટ મુજબ લગ્ન પછી કપલ થોડા સમય માટે રજાઓ પર રહેશે.

કેટરીના કૈફ અને વિકી કૌશલ ડ્રીમ ડેસ્ટીનેશન પર હનીમૂન માટે થશે રવાના થશે

કેટરીના કૈફ અને વિકી કૌશલ ડ્રીમ ડેસ્ટીનેશન પર હનીમૂન માટે થશે રવાના થશે

રૉયલ વેડિંગ બાદ વિકી કૌશલ અને કેટરીના કૈફ ડ્રીમ ડેસ્ટીનેશન પર હનીમૂન માટે રવાના થશે. માનવામાં આવી રહ્યુ છે કે હનીમૂન પ્લાન બહુ લાંબુ નહિ હોય. ખૂબ બિઝી શિડ્યુલ હોવા છતાં કપલ હનીમૂન માટે થોડો સમય કાઢશે અને કામ પર વાપસી કરતા પહેલા હનીમૂન માટે રવાના થશે. વિકી-કેટના લગ્નના ફંક્શન 7 ડિસેમ્બરથી શરૂ થયુ છે. 9 ડિસેમ્બરે બંને સાત ફેરા લેશે. રિપોર્ટ મુજબ 10 ડિસેમ્બરે પણ એક નાનુ ફંક્શન થશે ત્યારબાદ ન્યૂલી વેડ કપલ હનીમૂન માટે જશે.

તાજમાં થઈ શકે છે રિસેપ્શન

તાજમાં થઈ શકે છે રિસેપ્શન

વળી, સમાચાર એ પણ આવી રહ્યા છે કે સિક્સ સેંસ ફોર્ટમાં લગ્ન બાદ વિકી અને કેટરીના મુંબઈમાં તાજ લેંડ્સમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોતાના તમામ દોસ્તો માટે એક રિસેપ્શન રાખશે. કેટરીનાની હાલમાં જ ફિલ્મ સૂર્યવંશીના ડાયરેક્ટર રોહિત શેટ્ટી પોતાની ફિલ્મના શૂટિંગના કારણે લગ્ન અટેન્ડ નહિ કરી શકે. રોહિત શેટ્ટી એ વખતે ઉટીમાં છે અને પોતાના આગલી ફિલ્મ સર્કસના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X