કેટરિના કૈફ: 16 વર્ષ, 6 બ્લોકબસ્ટર, ધમાકેદાર જોડી

Posted By:
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    આજે કેટરિના કૈફ પોતાનો 35મોં જન્મદિવસ ઉજવી રહી છે. અહીં જુઓ કેટરિના કૈફના કરિયરની એક ઝલક. અક્ષય કુમાર અને કેટરિના કૈફ ની જોડી હંમેશા સુપરહિટ રહી છે. કેટરિના કૈફે અત્યારસુધીમાં 6 બ્લોકબસ્ટર આપી છે. એટલું જ નહીં પરંતુ ઘણા રેકોર્ડ પણ પોતાને નામે કર્યા છે. પરંતુ તેની મોટા ભાગની ફિલ્મ ખાન અભિનેતા અથવા અક્ષય કુમાર સાથે જ છે.

    વર્ષ 2003 દરમિયાન વિવાદિત ફિલ્મ બૂમ ઘ્વારા એન્ટ્રી કરનાર કેટરિના કૈફે અત્યારસુધીમાં 30 ફિલ્મોમાં કામ કર્યું છે. 16 વર્ષોમાં 25 ફિલ્મોની કમાણી જોડવામાં આવે તો કેટરિના કૈફે બોક્સ ઓફિસ પર અત્યારસુધીમાં 2000 કરોડ કરતા પણ વધારે પૈસાની કમાણી કરી છે.

    આ વાતમાં કોઈ જ શંકા નથી કે કેટરિના કૈફ બોલિવૂડની સુપરસ્ટાર છે. કેટરિના કૈફની બોક્સઓફિસ સફર પર એક નજર ચોક્કસ કરો.

    બ્લોકબસ્ટર ફિલ્મો

    બ્લોકબસ્ટર ફિલ્મો

    16 વર્ષમાં કેટરિના કૈફે 5 બ્લોકબસ્ટર અને 1 ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે, જેમાં ધૂમ 3, એક થા ટાઈગર, રાજનીતિ, વેલકમ, પાર્ટનર અને ટાઈગર ઝિંદા હૈ ફિલ્મનો સમાવેશ થાય છે.

    ફ્લોપ ફિલ્મો

    ફ્લોપ ફિલ્મો

    16 વર્ષમાં કેટરિના કૈફે 4 ફ્લોપ ફિલ્મ અને 2 સુપરફ્લોપ ફિલ્મ આપી છે. જેમાં બાર બાર દેખો, યુવરાજ અને ફિતૂર જેવી ફિલ્મો આવે છે.

    સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ

    સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ

    ટાઈગર ઝિંદા હૈ ફિલ્મ કેટરિના કૈફના કરિયરની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ છે. આ ફિલ્મે 339 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફના એક્શન સીનના ખુબ જ વખાણ થયા હતા.

    સૌથી મોટી ફ્લોપ

    સૌથી મોટી ફ્લોપ

    સૌથી મોટી ફ્લોપ ફિલ્મ યુવરાજ હતી. આ મોટા બજેટની ફિલ્મે બોક્સઓફિસ પર માત્ર 17 કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી હતી.

    સક્સેસ રેસિયો

    સક્સેસ રેસિયો

    કેટરિના કૈફનો સક્સેસ રેસિયો લગભગ 62 ટકા જેટલો છે. કેટરિના કૈફની આવનારી ફિલ્મોનું લિસ્ટ જોતા આ સક્સેસ રેસિયો ઘણો આગળ વધી શકે છે.

    છેલ્લી હિટ ફિલ્મ

    છેલ્લી હિટ ફિલ્મ

    વર્ષ 2017 દરમિયાન રિલીઝ થયેલી ટાઈગર ઝિંદા હૈ ફિલ્મ કેટરિના કૈફની છેલ્લી હિટ ફિલ્મ હતી, જેને બોક્સઓફિસ પર 339 કરોડ રૂપિયા કમાયા હતા.

    આવનારી ફિલ્મો

    આવનારી ફિલ્મો

    વર્ષ 2018 દરમિયાન કેટરિના કૈફ આમિર ખાન સાથે ઠગ ઓફ હિન્દુસ્તાન અને શાહરુખ ખાન સાથે ઝીરો ફિલ્મમાં જોવા મળશે.

    English summary
    Today Katrina Kaif is celebrating her birthday. Here know her biggest hits and flops, box office analysis.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more