For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિકની ચમેલી બનશે હવે ‘સીતા ઔર ગીતા’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 માર્ચ : બૉલીવુડમાં રીમેક ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ પુરજોશમાં ચાલી રહ્યું છે. જિતેન્દ્ર તથા શ્રીદેવીની હિમ્મતવાલાની રીમેક રિલીઝ થવાની તૈયારીમાં છે, ત્યાં 70ના દાયકાની સીતા ઔર ગીતા ફિલ્મની રીમેક પણ બનવા જઈ રહી છે અને તેમાં હેમા માલિનીનો સીતા અને ગીતા તરીકેનો ડબલ રોલ આપણાં ચિકની ચમેલી ગર્લ કૅટરીના કૈફ ભજવવાનાં છે.

kat-seetaaurgeeta

સૂત્રોના જણાવ્યા મુજબ રીમેક સીતા ઔર ગીતાની વાર્તા પણ જૂની ફિલ્મમાંથી જ લેવાશે. જોકે આ તમામ ત્યારે થઈ શકશે કે જ્યારે ફિલ્મ મેકરને તેના હકો મળી જશે. હકીકતમાં સીતા ઔર ગીતા ફિલ્મનું દિગ્દર્શન રમેશ સિપ્પીએ કર્યુ હતું અને ફિલ્મના રાઇટ્સ હજી સુધી કોઈને અપાયા નથી.

બૉલીવુડના સૂત્રોના જણાવ્યા મુજબ સીતા ઔર ગીતાની રીમેક જો બને, તો તેના માટે કૅટરીના કૈફની પસંદગી કરી લેવાઈ છે અને ધર્મેન્દ્ર તથા સંજીવ કુમારના રોલ માટે બે સારા અભિનેતાઓની શોધ શરૂ થઈ ગઈ છે.

બીજી બાજુ રમેશ સિપ્પીના પુત્ર રોહન સિપ્પીએ સીતા ઔર ગીતાની રીમેક બનવા અંગેની તમામ વાતોને અફવા ગણાવી છે. જોકે સૂત્રોનું કહેવું છે કે રોહન એટલા માટે ખુલીને નથી વાત કરતાં, કારણ કે ફિલ્મના રાઇટ્સ આપવા અંગે પરિવારમાં કંઈક વિવાદ ચાલે છે.

English summary
Bollywood actress Katrina Kaif is all set to do double role in a remake of Hema Malini's film Seeta aur Geeta.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X