પ્રિયંકાથી ખફા છે કૅટરીના, ગુંડે ફિલ્મ છોડી
મુંબઈ, 19 ઑક્ટોબર : બૉલીવુડની બાર્બી ડૉલ કૅટરીના કૈફ આજકાલ પ્રિયંકા ચોપરા સામે ખિજાયેલી છે. કારણ છે ગુંડાઓ. અરે ભાઈ રોડ ઉપર ફરતાં ગુંડાઓની વાત નથી કરતાં અમે. અમે ગુંડે ફિલ્મની વાત કરી રહ્યાં છીએ. કૅટરીના કૈફ ટુંકમાં જ રણવીર સિંહ અને અર્જુન કપૂર સાથે ફિલ્મ ગુંડેમાં દેખાવાની હતી. પરંતુ તેમના ગુસ્સાના કારણે એવું બની શક્યુ નહિં.

હકીકતમાં કૅટરીનાને તાજેતરમાં જ અચાનક ગુસ્સો આવી ગયો જ્યારે તેને ખબર પડી કે ફિલ્મ ગુંડે માટે તેની સાથે વાત થતા અગાઉ પ્રિયંકાને લેવાની વાત થઈ હતી. આ વાતે કૅટે પોતાના શુટિંગની ડેટ્સ હૃતિક રોશન સાથે બનતી હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેકને આપી દીધી.
સમાચાર એમ પણ છે કે કૅટરીના ફિલ્મ કરવા માંગતી હતી કારણ કે તેમાં અલી અબ્બાસ છે. અલી સાથે તે મેરે બ્રદર કી દુલ્હન ફિલ્મમાં હતી. અર્જુન કપૂરની પણ તે નજીકની મિત્ર છે. આ છતાં ક્રૅટે ફિલ્મ છોડી દીધી.
ખેર હાલ તો એટલા જ સમાચાર છે કે પ્રિયંકા ચોપરા ફિલ્મમાં લીડ રોલ કરશે. હવે જોઇએ કે બહેતરીન ફિલ્મ બર્ફી ખવડાવ્યાં બાદ પ્રિયંકા પુનઃ સફળ થાય છે કે કેમ?
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
