રેડ બિકિનીમાં કેટરિનાની આ લેટેસ્ટ તસવીર થઇ રહી છે વાયરલ

Written By:
Subscribe to Oneindia News

કેટરિના કૈફ બોલિવૂડની સૌથી સુંદર અને હોટ હિરોઇન્સમાંની એક છે. કેટરિના ખાસો સમય સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. ત્યાર બાદ તેણે પ્રથમ ફેસબૂક અને હવે થોડા મહિના પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું છે. ઇન્સ્ટા પર કેટરિનાનું ગ્રાન્ડ વેલકમ થયું હતું, ફેન્સ અને બોલિવૂડ સેલિબ્રિટી સૌએ તેને આવકારી હતી અને ગણતરીના કલાકોમાં જ તેના અનેક ફોલોઅર્સ થઇ ગયા હતા. આથી જ કદાચ કેટરિનાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પણ તુરંત વાયરલ થઇ જાય છે.

રેડ બિકિનીમાં મુકી તસવીર

રેડ બિકિનીમાં મુકી તસવીર

કેટરિનાએ હાલમાં જ રેડ બિકિનીમાં આ તસવીર પોસ્ટ કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ પહેલાં પણ કેટરિના આ જ બિકિનીમાં એક તસવીર પોસ્ટ કરી ચૂકી છે, પરંતુ એ તસવીરમાં માત્ર કેટરિનાનો ટોપ ક્લોઝઅપ જોવા મળ્યો હતો. હવે કેટરિનાઆ આ તસવીર પોસ્ટ કરતાં તે ખૂબ વાયરલ થઇ રહી છે.

અપકમિંગ પ્રોજેક્ટ્સ

અપકમિંગ પ્રોજેક્ટ્સ

હાલમાં જ કેટરિનાની રણબીર કપૂર સાથેની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' રીલિઝ થઇ હતી, જે બોક્સઓફિસ પર ખાસ કમાલ નથી કરી શકી. જો કે, તેના હાથમાં અત્યારે બે મોટી ફિલ્મો છે, સલમાન ખાન સાથેની 'ટાઇગર ઝિંદા હે' અને આમિર ખાન સાથેની 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'. તે હાલ મોરક્કોમાં 'ટાઇગર ઝિંદા હે'નું શૂટિંગ કરી રહી છે.

કેટ માટે ઓવર-પ્રોટેક્ટિવ છે સલમાન?

કેટ માટે ઓવર-પ્રોટેક્ટિવ છે સલમાન?

આપણે સૌ જાણીએ છીએ કે, કેટ અને સલમાન સારા મિત્રો છે અને સલમાન કેટરિના માટે ઓવર-પ્રોટેક્ટિવ છે. આ વાત ફરી એકવાર મોરોક્કોમાં શૂટિંગ દરમિયાન સાબિત થઇ ગઇ હતી. આ ફિલ્મમાં કેટરિનાના કેટલાક સ્ટંટ સિન છે, જે તે જાતે ભજવવા માંગતી હતી. પરંતુ સલમાને તેને આમ કરવાની ના પાડી રહ્યાં હતા.

કેટને રોકવા સલમાને અજમાવ્યા આ ઉપાયો હૃદય

કેટને રોકવા સલમાને અજમાવ્યા આ ઉપાયો હૃદય

આ અંડરવોટર ડાઇવિંગ સ્ટંટ હતો. સલમાન નહોતા ઇચ્છતા કે કેટરિના આ સ્ટંટ કરે, આથી તેમણે તેને હૃતિકનું એક્સામ્પલ આપ્યું હતું. ફિલ્મ 'બેંગ બેંગ'ના શૂટિંગ દરમિયાન આવા જ એક સ્ટંટ દરમિયાન હૃતિકને ઇજા થઇ હતી. સાથે જ તેણે કંગનાનું પર ઉદાહરણ આપ્યું, જે થોડા સમય પહેલાં જ તલવાર-યુદ્ધના સિનના શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ હતી.

સલમાન સાથે છે સુપરબિઝી

સલમાન સાથે છે સુપરબિઝી

છેલ્લા ઘણા સમયથી સલમાન અને કેટરિના ફરી નજીક આવી રહ્યાં હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. રણબીર કપૂર સાથે બ્રેકઅપ બાદ કેટ કરિયર અને ઇમેશનલ સપોર્ટ માટે સલમાન તરફ વળી છે અને સલમાન પણ તેને પૂરો સપોર્ટ આપી રહ્યાં છે. આઇફા એવોર્ડ 2017ની તમામ ઇવેન્ટ્સ દરમિયાન કેટરિના અને સલમાનની કેમેસ્ટ્રિ લોકોને આંખે ઊડીને વળગે એવી હતી.

સલ્લુ-કેટની વધતી મુલાકાતો

સલ્લુ-કેટની વધતી મુલાકાતો

આ ઉપરાંત 'જગ્ગા જાસૂસ'ની પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન પણ કેટરિનાએ એકથી વધુ વખત સલમાનની મુલાકાતો લીધી હતી. વચ્ચે એવા પણ સમાચારો હતો કે આને કારણે સલમાનની ગર્લફ્રેન્ડ લૂલિયા વેન્તુર ગુસ્સે ભરાઇ હતી. પરંતુ સલમાન આખરે આ બંન્ને સુંદરીઓ વચ્ચે શાંતિ સ્થાપવામાં સફળ રહ્યા હતા.

ટાઇગર ઝિંદા હે

ટાઇગર ઝિંદા હે

સલમાન ખાન, કેટરિના કૈફ અને તેમના ફેન્સ ત્રણેય માટે આ ફિલ્મ ખૂબ મહત્વપૂર્ણ છે. સલમાન અને કેટરિનાની છેલ્લી ફિલ્મો અનુક્રમે 'ટ્યૂબલાઇટ' અને 'જગ્ગા જાસૂસ' બોક્સઓફિસ પર નિષ્ફળ રહી છે. આથી આ ફિલ્મ પર તેમને ભારે આશા છે.

English summary
atrina Kaif has posted a picture in red bikini on social media and it is going viral on internet

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.