Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેટરીના કેફનુ લગ્ન પછી બદલાયુ નિક નેમ, કપિલ શર્મા શો પર કેટે સાસરિયા વિશે ખોલ્યા રાઝ

કેટરીના કૈફે પોતાના સાસરિયા વિશે જોડાયેલા ઘણા રાઝ ખોલ્યા છે.

કેટરીના કૈફ પોતાની આગામી ફિલ્મ ફોન ભૂતના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શો અને બિગ બૉસ સિઝન 16ના સેટ પર આ વીકેન્ડમાં દેખાશે. બિગ બૉસના સેટ પર કેટરીના કૈફે સલમાન ખાન સાથે ટિપ ટિપ બરસા પાની ગીત પર ડાંસ કર્યો જ્યારે કપિલ શર્માના શો પર પોતાના સાસરિયા વિશે વાત કરતી જોવા મળી. જ્યાં કેટરીના કૈફે પોતાના સાસરિયા વિશે જોડાયેલા ઘણા રાઝ ખોલ્યા છે.

ડાયેટ પર ભારે પડે પરાઠા

ડાયેટ પર ભારે પડે પરાઠા

ધ કપિલ શર્મા શોમાં કેટરીનાએ લગ્ન પછીના પોતાના જીવનના અનુભવો શેર કર્યા છે. કેટરીના કૈફે જણાવ્યુ છે કે કેવી રીતે પંજાબી પરિવારની વહુ બનવુ ક્યારેક તેના ડાયેટ પર ભારે પડી જાય છે. જો કે, તેનો પરિવાર તેને ખૂબ પ્રેમ કરે છે. કેટરીનાએ જણાવ્યુ કે વિકી કૌશલની માતા શરૂઆતમાં તેને પરાઠા ખાવા માટે દબાણ કરતી હતી.

લગ્ન પછી તેના આહારમાં શું બદલાવ આવ્યો

લગ્ન પછી તેના આહારમાં શું બદલાવ આવ્યો

ડાયેટિંગના કારણે તેને ના પાડવી પડતી હતી. કપિલ શર્મા શોમાં કપિલ કેટરીનાને પૂછે છે કે લગ્ન પછી તેના આહારમાં શું બદલાવ આવ્યો છે? આના પર કેટરીના તેને કહે છે કે શરૂઆતમાં મમ્મીજી મને પરાઠા ખાવા માટે ઘણુ કહેતા હતા. હું ડાયેટ પર છુ. તેથી જ હું તેને ખાઈ શકતી નહિ. હું માત્ર એક બાઈટ લેતી હતી. હવે અમારા લગ્નને એક વર્ષ પૂરુ થયુ છે. તો મમ્મીજી મારા માટે શક્કરિયા બનાવે છે.

સાસરિયામાં કેટરીનાનુ બદલાયુ નિક નેમ

સાસરિયામાં કેટરીનાનુ બદલાયુ નિક નેમ

આ જ શોમાં કેટરીના કૈફે પણ ખુલાસો કર્યો હતો કે વિકી કૌશલના પિતા શામ કૌશલ અને માતા વીણા કૌશલે પણ તેનુ એક નીક નેમ રાખ્યુ છે. અભિનેત્રીએ કહ્યુ કે મારા પરિવારના સભ્યો મને પ્રેમથી 'કિટ્ટો' કહે છે. તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ ફોન ભૂત 4 નવેમ્બરે રિલીઝ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X