કંઇક આ રીતે કૅટરીનાએ શૂટ કરી એક્સપીરિયા ઝેડની એડ
સોનીના નવા એક્સપીરિયા ઝેડ સ્માર્ટફોનને અધિકૃત રીતે ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. સ્માર્ટફોન ધારકો ખાસ કરીને યુવાધનને આકર્ષવા માટે કંપની દ્વારા તેના પ્રમોશન માટે બૉલીવુડ બ્યૂટી કૅટરીના કૈફને પસંદ કરી છે. સોનીએ પોતાના આ સ્માર્ટફોનને ભારતીય બજારમાં 38990 રૂપિયા સાથે લોન્ચ કર્યો છે. કેટરિના સ્માર્ટફોનની આ એડમાં સોનીના નવા એક્સપીરિયા ઝેડમાં આપવામાં આવેલા ફીચર્સ અંગે માહિતી આપી રહી છે.
એક્સપીરિયા ઝેડના ફીચર્સ પર ધ્યાન આપવામાં આવે તો, 5 ઇંચની ફૂલ એચડી 1080 પિક્સલ સ્ક્રીન, મોબાઇલ બ્રેવિયા એન્જીન 2, એન્ડ્રોઇડ 4.1 જેલી બીન ઓએસ, 16 જીબી ઇન્ટરનલ મેમરી, 2 જીબી રેમ, 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 8 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા. 4 પ્રો ક્વોડ કોર પ્રોસેસર, વોટરપ્રુફ અને ડસ્ટપ્રુફ જેવા ફીચર્સ આ ફોનમાં આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનની એડ બૉલીવુડ અભિનેત્રી કેટરિના કેફ દ્વારા કેવી રીતે શૂટ કરવામાં આવી હતી, તે અંગેની તસવીરો અહીં નીચે આપવામાં આવેલી સ્લાઇડમાં રજુ કરવામાં આવી છે.

સોની એક્સપીરિયાથી ખેંચી તસવીર
નવા એક્સપીરિયાની એડ શૂટ દરમિયાન કેટરિનાને સ્માર્ટફોન થકી તસવીર ખેંચતી દર્શાવવામાં આવી છે.

એડની તૈયારી
આ તસવીરમાં કેટરિના કૈફ એડને શૂટ કરવા માટે તૈયારી કરી રહી હોવાનું જોવા મળે છે.

કૅટરીના કૈફે શૂટ કરી એડ
આ તસવીરમાં કૅટરીના કૈફ સ્માર્ટફોનના કેમેરા અંગે સમજાવી રહી છે અને કેમેરા થકી તસવીર ખેંચવાની તૈયારી કરતી હોવાનું જોવા મળી રહ્યું છે.

કેમેરા અંગેના ફીચર્સને જાણ્યા
કેમેરા અંગે માહિતી આપતા પહેલાં કૅટરીના કૈફે કેમેરા અંગેના ફીચર્સ જાણ્યા હતા.

અન્ય એક એડ
સોની એક્સપીરિયાના નવા સ્માર્ટફોનની અન્ય એક એડ કરી રહેલી કૅટરીના કૈફ

એડ પૂર્વેની તૈયારી
અન્ય એક એડ શૂટ કરતા પહેલા તૈયારી કરી રહેલી કૅટરીના કૈફ

સ્માર્ટફોનના ફીચર્સ સમજાવતી કૅટરીના
આ તસવીરમાં કૅટરીના કૈફ સોનીના નવા સ્માર્ટફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જણાવી રહી છે

એડ કેવી રીતે શૂટ કરવાની છે તે સમજી રહેલી કૅટરીના
સોની એક્સપીરિયા ઝેડની એડનું શૂટિંગ કેવી રીતે કરવાનું છે અંગે જાણકારી મેળવી રહેલી કૅટરીના કૈફ

કેવું થયું છે એડનું શૂટિંગ
આ તસવીરમાં કૅટરીના કૈફ પોતાના એડ શૂટને નિહાળી રહી હોવાનું ફલિત થાય છે

અન્ય એક એડમાં ફોનનો ઉપયોગ કરી રહેલી કૅટરીના
આ તસવીર અન્ય એક એડની છે જેમાં કૅટરીના કૈફ સ્માર્ટફોનનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે

ફોન દ્વારા ઉતાર્યો વીડિયો
આ તસવીરમાં કૅટરીના કૈફ સ્માર્ટફોન થકી વીડિયો શૂટ કરતી હોવાનું જોવા મળી રહ્યુંછે.

એડનું શૂટ
સોની એક્સપીરિયા માટેની એડ શૂટ કર્યા બાદ સાથી કર્મીઓ સાથે એડને સ્ક્રીન પર નીહાળી રહેલી કૅટરીના કૈફ












Click it and Unblock the Notifications
