કેટરીના કૈફનો સલવાર-સૂટમાં ડાંસ જોઈ ક્રેઝી બન્યા લોકો, જુઓ Video
Katrina Kaif Video: સામાન્ય લોકોની સાથે બૉલિવુડ સેલેબ્સે પણ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરી હતી. નવા વર્ષના અવસર પર અભિનેત્રી કેટરીના કૈફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા પછી તમારું દિલ ખુશ થઈ જશે.
કેટરીના કૈફની માતા સુઝેન ટર્કોટની મદુરાઈમાં એક સ્કૂલ છે જ્યાં કેટરીના ઘણીવાર જાય છે. આ સ્કૂલમાંથી કેટરીના કૈફનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નવા વર્ષ નિમિત્તે કેટરીના કૈફનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં કેટરીના તેની માતાની સ્કૂલમાં જોવા મળી રહી છે અને ત્યાંના બાળકો સાથે જોરદાર ડાંસ પણ કરી રહી છે. કેટરીના કૈફનો આ વીડિયો જોઈ લોકો તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.
તાજેતરમાં, એક રેડિટ યુઝરે કેટરીના કૈફનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મદુરાઈમાં તેની માતા સુઝાન ટર્કોટના સ્કૂલ ફંક્શનમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. કેટરીના પણ આ અવસર પર ઘણી ખુશ દેખાઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટરિના કૈફે સિમ્પલ સલવાર સૂટ પહેર્યો છે અને તેણે ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
કેટરીના કૈફને સૂટમાં ડાન્સ કરતી જોઈને લોકો ક્રેઝી થઈ ગયા છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે- હું શરીરને છુપાવવા કે બતાવવા વિશે નથી વિચારતો. પરંતુ મને ગમે છે કે તે સ્થળ અનુસાર કપડાં પહેરે છે. એક વ્યક્તિએ લખ્યું છે કે-કેટરીના ખૂબ જ મસ્તી કરી રહી છે. તે ખૂબ જ ફ્રેન્ડલી છે.
Actress #KatrinaKaif vibing to #ArabicKuthu with kids at mountain view school.
— North Vijay Fans (@NorthVijayFans) September 25, 2022
Never ending craze of #HalamithiHabibo.@Jagadishbliss @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @AlwaysJani @aparnaDasss pic.twitter.com/b4FFq3ngp6












Click it and Unblock the Notifications
