શાહરૂખ ખાનની એન્ટ્રી પહેલા આ ફિલ્મ મારી હતી!

Written By:
Subscribe to Oneindia News

'ટાઇગર ઝીંદા હૈ'ની સફળતા સાથે કેટરીના કૈફ ફરી ચર્ચામાં આવી ગઇ છે. 2017 કરતા પણ વર્ષ 2018 તેની સફળતાને વધારે ચાર ચાંદ લગાવા માટે તૈયાર છે. કેટરીના એક પછી એક સુપરસ્ટાર સાથેની ફિલ્મોથી બોલીવૂડમાં ફરી ધમાલ કરવા જઈ રહી છે. સલમાન ખાન બાદ તે હવે બીજા બે ખાન સાથે આ એક જ વર્ષમાં તેમને જોવા મળશે. એક તરફ તે આમિર ખાન સાથે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માટે ફાઇનલ થઇ ગઇ છે તો તેની બીજી તરફ તે શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'ઝીરો'માં પણ આવી રહી છે. એટલે આ વર્ષની શરૂઆતથી લઇને અંત સુધી માત્ર ને માત્ર કેટનો જાદુ રહેશે.

'ઝીરો' મારી ફિલ્મ હતી

'ઝીરો' મારી ફિલ્મ હતી

એક ઇન્ટરવ્યુમાં ઝીરો ફિલ્મ વિશે વાત કરતા કેટરીને કૈફે કર્યુ કે, આનંદ એલ રાયની ફિલ્મમાં ઝીરોનું પાત્ર હું કરવાની હતી. એ સમયે શાહરૂખ આ ફિલ્મના ભાગ નહોતા. ફિલ્મનું નામ પણ 'કેટરીના મેરી જાન' રાખવામાં આવ્યુ હતું. એ સમયે તેની વાર્તા પણ કંઇક અલગ જ હતી. આજે ફિલ્મની વાર્તા બિલકુલ બદલાઇ ગઇ છે. હવે ફિલ્મ એક એક્ટ્રેસ પર વ્યંગાત્મક રીતે દર્શાવામાં આવશે. આ ઉપરાંત શાહરૂખ ખાન સાથે કામ કરવા અંગે કેટરીનાએ જણાવ્યુ હતુ કે, તેમની કામ કરવાની એનર્જી અને સ્ટાઇલ ખુબ જ સારા છે.

ઝીરો ફિલ્મના કલાકારો

ઝીરો ફિલ્મના કલાકારો

આનંદ એલ. રાય નિર્દેશનમાં બની રહી આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા લોકોના રૂપમાં જોવા મળશે. જ્યારે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા તેનાથી વિરુદ્ધ જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં સલમાન ખાન પણ મહેમાન કલાકાર તરીકે જોવા મળશે તેવી સંભાવના છે. એ ઉપરાંત બંન્ને ખાન એક સાથે ડાન્સ કરતા પણ જોવા મળે તેવી સંભાવના છે. જો આવુ થયુ તો ઘણા લાંબા સમયે બાદ આ બંન્ને ખાન કોઇ એક ફિલ્મમાં સાથે જોવા મળશે.

ફિલ્મ 'ઝીરો'

ફિલ્મ 'ઝીરો'

આ ફિલ્મની કથા સ્ટાર અને તેના ફેન્સ પર આધારિત છે. થોડા સમય પહેલા જ ફિલ્મનું ટિઝર બહાર પડ્યુ હતુ. આ ટિઝરમાં જ ફિલ્મના કેટલાક સારા ડાયલોગ્સ જેવા કે, "હમ કિસેકે પીછે લગકર ઉસકી વેલ્યુ બઢા દેતે હે" અને "ટિકટેં લીએ બેઠે હે લોગ મેરી ઝિંદગી કી, તમાશા ભી પુરા હોના ચાહીએ." તે પરથી ચોક્કસ કરી શકાય કે ફિલ્મ પણ દમદાર રહેશે.

ફિલ્મ જ ટાઇટલ

ફિલ્મ જ ટાઇટલ

ફિલ્મનું ટાઇટલ 'ઝીરો' રાખવામાં આવ્યુ છે. આ અંગે વાત કરતા નિર્દેશક આનંદ એલ રાય જણાવે છે કે, કોઇ પણમાં કઇને કઇ ખામી તો ચોક્કસ હોય છે. હું તેની ખામીને જ એક ઉજવણી તરીકે લેવા માંગુ છું. હું ઝીરોને ઉજવવા માંગુ છું. આથી ફિલ્મનું નામ 'ઝીરો' રાખવામાં આવ્યું છે. 'ઝીરો' ફિલ્મ ડિસેમ્બરમાં રિલિઝ થવાની છે

English summary
Katrina Kaif is all set to star in Aanand L Rais directorial Zero starring Shahrukh Khan in the leading role.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.