For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન સાથે આજેય કમ્ફર્ટેબલ છું : કૅટરીના કૈફ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 નવેમ્બર : બૉલીવુડના બાર્બી ગર્લ કૅટરીન કૈફ એક સમયે સલમાન ખાન સાથે પોતાના અફૅર અંગે ચર્ચામાં હતાં. કૅટરીનાએ પુનઃ એક વાર સલમાનનું નામ લીધું અને તેઓ ચર્ચામાં આવી ગયાં છે. કૅટરીના કૈફ તેવી લકી અભિનેત્રીઓમાં છે કે જેમને બૉલીવુડના ત્રણેય ખાનો શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કરવાની તક મળી છે, પરંતુ ક2ટરીના ત્રણેય ખાનોમાંથી સૌથી વધુ આજેય સલમાન ખાન સાથે કમ્ફર્ટેબલ અનુભવે છે.

kat
હવે એવુ એટલા માટે છે, કારણ કે તેઓ સલમાન સાથે રિલેશનશિપમાં રહી ચુક્યાં છે અને સલમાન તેમની ઉપર કંઈક વધુ જ મહેરાબન રહ્યાં છે. હાલ તો કૅટે સલમાનને તેમની પર્સનાલિટી માટે સૌથી વધુ માર્ક્સ આપ્યાં છે. કૅટરીનાનું કહેવું છે કે સલમાન ખાન સાથે તેઓ સૌથી વધુ કમ્ફર્ટેબલ રહ્યાં છે. શાહરુખ ખાન અંગે કૅટરીના કૈફ કહે છે - શાહરુખ સાથે કોણ જાણે કેમ હું નર્વસ ફીલ કરુ છું. જ્યારે પણ શાહરુખ સાથે કોઈ સીન કરવાનુ હોતું, તો હું નર્વસ થઈ જતી અને પોતાના ડાયલૉગ્સ પણ ભુલી જતી.

જોકે ધૂમ 3 સાથે પહેલી વાર આમિર સાથે કામ કરી રહેલા કૅટે આમિર વિશે કંઈ નહીં કીધું. આમિરના કારણે જ કૅટના અનેક સીન્સ ધૂમ 3ના ટ્રેલરમાંથી કાપી દેવાયા છે. શક્ય છે કે તેથી જ કૅટે આમિરનું નામ સુદ્ધા ન લીધું. આમિરે પણ ધૂમ 3 ફિલ્મના ટાઇટલ સૉંગના લૉન્ચિંગ પ્રસંગે સલમાન-કૅટના સંબંધો અંગે ટિપ્પણીઓ કરી. તેમણે જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે કૅટ અને સલમાન બંને એક થઈ જાય. જ્યાં સુધી લગ્નની વાત છે, તો આમિરે જણાવ્યું કે તેમની વાત તો સલમાન માનતા નથી, પણ જો કોઈ સલમાનને કહે, તો કદાચ તેઓ લગ્ન માટે તૈયાર થઈ જાય. આ વાત આમિરે કૅટના વખાણ કરતા કહી.

English summary
Katrina Kaif says she is more comfortable with Salman Khan than Shahrukh or Aamir. Katrina also said she feels nervous while shooting with Shahrukh Khan. Katrina interacted with media recently on Dhoom 3 song launch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X