Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Katrina Kaif-Vicky Kaushalના દીકરાના નામનો થયો ખુલાસો, જાણો શું રાખ્યું નામ

Katrina Kaif-Vicky Kaushal Baby Boy Name: બોલિવૂડના પાવર કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલના ઘરે ગત વર્ષના અંતમાં કિલકારી ગુંજી હતી. 7 નવેમ્બર 2025ના રોજ કેટરીનાએ પુત્રને જન્મ આપ્યો હતો. હવે બે મહિનાના લાંબા ઇન્તજાર બાદ આ કપલે સોશિયલ મીડિયા પર તેમના પુત્રના નામની સત્તાવાર જાહેરાત કરી છે, જેનું કનેક્શન વિક્કીના કરિયરની સૌથી યાદગાર ફિલ્મ સાથે જોડાયેલું છે.

Katrina Kaif-Vicky Kaushal Baby Boy Name

સોશિયલ મીડિયા પર શેર કરી પહેલી ઝલક

વિક્કી અને કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં તેમના પુત્રનો નાનકડો હાથ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સાથે તેમણે લખ્યું, "અમારા જીવનનો પ્રથમ પ્રકાશ - વિહાન કૌશલ. અમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે, જીવન સુંદર છે અને એક ક્ષણમાં અમારી દુનિયા બદલાઈ ગઈ છે."

પુત્રના નામનું 'URI' ફિલ્મ સાથે શું છે કનેક્શન?

વિક્કી કૌશલના પુત્રના નામ પાછળ એક રસપ્રદ કહાની છુપાયેલી છે. ચાહકોનું માનવું છે કે આ નામ વિક્કીની કરિયરની ટર્નિંગ પોઈન્ટ સાબિત થયેલી ફિલ્મ 'ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક' પરથી પ્રેરિત છે.

  • યાદગાર પાત્ર: આ ફિલ્મમાં વિક્કી કૌશલે 'મેજર વિહાન સિંહ શેરગિલ' નું પાત્ર ભજવ્યું હતું.
  • સફળતાનું પ્રતીક: આ ફિલ્મે જ વિક્કીને બોલિવૂડના સુપરસ્ટાર તરીકે સ્થાપિત કર્યો હતો. આથી કપલે તેમના જીવનની સૌથી મોટી ખુશીનું નામ આ ખાસ પાત્ર સાથે જોડ્યું હોય તેમ લાગે છે.

શું થાય છે 'વિહાન' નામનો અર્થ?

સંસ્કૃતમાં 'વિહાન' (Vihaan) શબ્દનો અર્થ 'સવાર', 'પરોઢ' અથવા 'દિવસનો પ્રથમ પ્રકાશ' થાય છે. આ નામ નવી શરૂઆત, આશાના કિરણ અને સકારાત્મકતાનું પ્રતીક છે.

દાદા શામ કૌશલ થયા ભાવુક

પુત્રના નામની જાહેરાત થતા જ વિક્કીના પિતા અને જાણીતા એક્શન ડિરેક્ટર શામ કૌશલ ભાવુક થઈ ગયા હતા. તેમણે કોમેન્ટમાં લખ્યું કે, "મારો પૌત્ર... ભગવાનનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. પુષ્કળ આશીર્વાદ." આ ઉપરાંત આલિયા ભટ્ટ, રિતિક રોશન, પરિણીતી ચોપરા અને સોનમ કપૂર જેવા સ્ટાર્સે પણ નવા માતા-પિતા અને વિહાન પર પ્રેમ વરસાવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X