સલમાન-શાહરુખ બંને માટે દુઆ કરતાં કૅટરીના
મુંબઈ, 7 નવેમ્બર : કેટલાંક સમય અગાઉ સલમાન ખાન અને કૅટરીના કૈફની ફિલ્મ એક થા ટાઇગર રિલીઝ થઈ હતી અને તે વખતે કૅટરીના કૈફ અજમેર શરીફ દરગાહના દરે દુઆ માંગતા દેખાયા હતાં. એક થા ટાઇગર ઉપર આ દુઆની અસર થઈ અને તે આ વર્ષની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ. હવે ટુંકમાં જ કૅટરીના તેમજ શાહરુખ ખાનની ફિલ્મ જબ તક હૈ જાન રિલીઝ થવા જઈ રહી છે અને કૅટરીનાએ હવે આ ફિલ્મ માટે પણ દુઆ માંગવાની શરુઆત કરી દીધી છે.

તાજેતરમાં જ ત 5મી નવેમ્બરે કૅટે પોતાના મૅનેજર સાથે જબ તક હૈ જાન એટલે કે જેટીએચજેના પ્રમોશનમાંથી થોડોક સમય કાઢી અજમેર માટેની ફ્લાઇટ લીધી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે પોતાના મૅનેજર સાથે અજમેર માટે ચાર્ટર્ડ ફ્લાઇટ લીધી છે. જોકે તેઓ ફિલ્મના શુટિંગ તેમજ પ્રમોશનમાં ખૂબ વ્યસ્ત છે. આમ છતાં દર વખતની જેમ આ વખતે પણ પોતાની ફિ્લમ રિલીઝ થતાં અગાઉ તેઓ દુઆ કરવા અજમેર શરીફ ગયાં છે.
કૅટરીના કૈફ સલમાન ખાન અને શાહરુખ ખાન બંનેના નજીકના મિત્ર છે. બંને સાથે કૅટની સારી બને છે. કૅટરીનાએ તાજેતરમાં જ બંને ખાનો સાથે પોતાના રિલેશન અંગે જણાવ્યું હતું - અમે એક-બીજા સાથે ખૂબ સારા રિલેશન શૅર કરીએ છીએ. હું સલમાન ખાનને ઘણાં વખતથી જાણુ છું અને તેઓ મારા ખૂબ સારા મિત્ર છે. બીજી બાજુ એક બહેતરીન કો-સ્ટાર હોવાની સાથે શાહરુખ ખાન એક સારા માણસ પણ છે. તેઓ જે રીતે લોકોને હાવે છે અને જે રીતે મારી સાથે વર્તે છે, હું કહી શકુ છું કે હું બંને સાથે એક સારો સંબંધ શૅર કરુ છું.
આ સાથે જ કૅટરીના કૈફે એમ પણ જણાવ્યુ હતું કે શાહરુખ અને સલમાન જે રીતે તેમની મજાક ઉડાવે છે, તેનાથી તેમને ખોટું નથી લાગતું.












Click it and Unblock the Notifications
