For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શું વાત છે મેડમ, અમારા જ પેટ પર લાત મારી દીધી...', કેટરીનાને અમિતાભ બચ્ચને કહ્યુ, જુઓ Video

વીડિયોમાં જુઓ, અમિતાભ બચ્ચન કેટરીના કૈફને કહે છે, 'શું વાત છે મેડમ, તમે તો અમારા જ પેટ પર લાત મારી દીધી...'

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોન બનેગા કરોડપતિ - 13ના આવનારા વીકેન્ડ એપિસોડમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ આવવાના છે. કોન બનેગા કરોડપતિ - 13ના આવનારા શાનદાર શુક્રવાર એપિસોડ માટે એક નવો પ્રોમો સોની એન્ટરટેઈનમેન્ટ ટેલીવિઝને ઑનલાઈન શેર કર્યો છે. વીડિયોમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફને હૉટ પર બેઠેલા જોઈ શકાય છે. અક્ષય કુમાર અને કેટરીના કૈફ પોતાની આવનારી ફિલ્મ સૂર્યવંશીનો પ્રમોટ કરવા કેબીસીમાં આવ્યા છે. અક્ષય અને કેટરીના સાથે નિર્દેશક રોહિત શેટ્ટી પણ આવ્યા હતા. વીડિયોમાં અમિતાભ બચ્ચન કેટરીના કૈફને કહે છે, 'શું વાત છે મેડમ, તમે તો અમારા જ પેટ પર લાત મારી દીધી...'

જ્યારે કેટરીનાએ અમિતાભના ડાયલૉગ બોલ્યા

જ્યારે કેટરીનાએ અમિતાભના ડાયલૉગ બોલ્યા

સોની ટીવી દ્વારા શેર કરવામાં આવેલ ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં કેટરીના કૈફ અને અમિતાભ બચ્ચન વચ્ચે એક ડાયલૉગ એક્સચેન્જ દેખાઈ રહ્યુ છે. અમિતાભ બચ્ચને અગ્નિપથમાં અભિનેતા તરીકે કામ કર્યુ છે. વળી, કેટરીના અગ્નિપથની સીક્વલમાં અભિનેત્રી હતી. માટે બંને કલાકારોએ અગ્નિપથના ડાયલૉગ એક્સચેન્જ કર્યા છે. કેટરીનાએ અમિતાભ બચ્ચનના કેરેક્ટર વિજય દીનાનાથ ચૌહાણના ડાયલૉગ બોલતા કહ્યુ, 'મેરા નામ વિજય દીનાનાથ ચૌહાન.' પછી અમિતાભ બોલે છે - 'બાપ કા નામ દીનાનાથ ચૌહાન.' કેટરીના કહે છે - 'ગાંવ કા નામ ખાંડવા.'

કેટરીનાને અમિતાભ કહે છે - 'મારા જ પેટ પર લાત મારી દીધી...'

કેટરીનાને અમિતાભ કહે છે - 'મારા જ પેટ પર લાત મારી દીધી...'

અમિતાભ બચ્ચને કેટરીનાને આ ડાયલૉગ સાંભળ્યા બાદ કહ્યુ, 'શું વાત છે, મેડમ! અમારા પેટ પર જ લાત મારી દીધી છે.' અમિતાભ બચ્ચનની આ કમેન્ટ સાંભળ્યા બાદ અક્ષય કુમાર ચોંકી ગયા હતા. તમને જણાવી દઈએ કે કોન બનેગા કરોડપતિની આ સિઝનમાં દર શુક્રવારે સેલિબ્રિટી ગેસ્ટ આવે છે. ગયા સપ્તાહે શુક્રવારે રાજકુમાર રાવ અને કૃતિ સેનન, દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન, પંકજ ત્રિપાઠી અને પ્રતીક ગાંધી અને સુનીલ શેટ્ટી - જેકી શ્રોફ આવ્યા હતા.

સૂર્યવંશીના પ્રમોશનમાં બિઝી છે હાલમાં અક્ષય-કેટરીના

સૂર્યવંશીના પ્રમોશનમાં બિઝી છે હાલમાં અક્ષય-કેટરીના

હાલમાં અક્ષય અને કેટરીના પોતાની અપકમિંગ ફિલ્મ સૂર્યવંશીના પ્રમોશનમાં બિઝી છે. ફિલ્મમાં અક્ષય કુમાર આતંકવાદ વિરોધી દળ(એટીએસ)ના પ્રમુખ ડીસીપી વીર સૂર્યવંશીની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં ફિલ્મમાં મુંબઈમાં એક આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ કરવા માટે રણવીર સિંહનુ સિમ્બા ચરિત્ર ઈન્સ્પેક્ટર સંગ્રામ ભાલેરાવ અને અજય દેવગણનુ સિંઘમ ચરિત્ર ઈન્સ્પેક્ટર બાજીરાવ સિંઘમનુ કેરેક્ટર પણ શામેલ છે. ફિલ્મમાં કેટરીના એક ડૉક્ટરની ભૂમિકામાં છે.

English summary
KBC 13: Amitabh Bachchan says to Katrina Kaif 'pet pe laat maar diya’ after dialogue battle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X