Video/Pics :‘કીડા...’ સળવળ્યાં અને નાચી ઉઠી એક્શન જૅક્સન ટીમ
મુંબઈ, 31 ઑક્ટોબર : અજય દેવગણ અને સોનાક્ષી સિન્હાની આવનાર ફિલ્મ એક્શન જૅક્સન ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. ક્યારેક પોતાના પોસ્ટર્સ અંગે, તો ક્યારેક અજયના ડાન્સ અંગે આ ફિલ્મ ચર્ચામાં છે.
હવે એક્શન જૅક્સન ફિલ્મનું પહેલું ગીત ‘તુમસે મિલને કા કીડા અંદર હૈ...’ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના દિગ્દર્શક અને નૃત્ય-દિગ્દર્શક પ્રભુ દેવા છે. રિલીઝ થતા જ કીડા... ગીત ચર્ચિત પણ થયું છે. આ ગીતે સોશિયલ મીડિયા પર જોરદાર રિસ્પૉન્સ મેળવ્યો છે. 24 કલાકની અંદર જ લગભગ છ લાખ લોકો આ ગીત જોઈ ચુક્યા છે.
કીડા.. ગીતમાં સોનાક્ષી સિન્હા અને અજય દેવગણ ડાન્સ કરતા નજરે પડે છે. સોનાક્ષીને આપણે પહેલા પણ પ્રભુ દેવા સાથે ડાન્સ કરતા જોઈ ચુક્યા છે, પણ અજય-પ્રભુની જોડી પહેલી વાર સાથે જોવામાં આવી રહી છે. આ સાથે જ ગીતમાં અજય-સોનાક્ષીની કેમિસ્ટ્રી પણ ખૂબ જ રોમાંટિક લાગે છે. આ ગીત હિમેશ રેશમિયા અને નીતિ મોહને ગાયું છે. ગીતનું શૂટિંગ ઑસ્ટ્રેલિયામાં થયું છે. એક્શન જૅક્સન ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે કે જે એક એક્શન-કૉમેડી ફિલ્મ છે.
ચાલો આપને બતાવીએ એક્શન જૅક્સન ફિલ્મના કીડા... ગીતના લૉન્ચિંગની તસવીરો અને ગીતનો વીડિયો :

અજય-સોનાક્ષી
કીડા... ગીતના લૉન્ચિંગ પ્રસંગે સોનાક્ષી સિન્હી ચિર્પી મૂડમાં હતાં.

સોનાક્ષી
સાવધાન! એક્શનમાં છે સોનાક્ષી.

ડાન્સિંગ
અજય, સોનાક્ષી, પ્રભુ અને હિમેશ સ્ટેજ ડાન્સ કરતાં.

અજયનો વારો
અજય ડાન્સર નથી, પણ એક્શન જૅક્શનમાં પ્રભુએ તેમની પાસે બેસ્ટ ડાન્સ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.

લીડ જોડી
એક્શન જૅક્સનમાં અજય-સોનાક્ષી લીડ રોલમાં છે. સન ઑફ સરદાર બાદ બંનેની આ બીજી ફિલ્મ છે.

સિંગિંગ હિમેશ
હિમેશ કીડા... ગીત ગાતા જણાય છે.

સોનાનો સોલો ડાન્સ
કીડા... ગીત ઉપર સોલો ડાન્સ કરતાં સોનાક્ષી સિન્હા.
તમે પણ માણો કીડા...
એક્શન જૅક્સન ફિલ્મનું તુમસે મિલને કા કીડા અંદર હૈ... ગીત માણવા સ્લાઇડર પર ક્લિક કરો.

Must See
-
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે?




Click it and Unblock the Notifications
