KGFના 'રૉકી ભાઈ' યશ લાવી રહ્યા છે સૌથી મોટી ફિલ્મ, બ્રહ્માસ્ત્રથી ડબલ છે બજેટ

એવા અહેવાલ છે કે યશે દક્ષિણના મોટા દિગ્દર્શક સાથે એક મેગા બજેટ ફિલ્મ સાઈન કરી છે

મુંબઈઃ સાઉથની સુપરહિટ ફિલ્મ 'KGF'ના લીડ એક્ટર યશે પોતાની શાનદાર એક્ટિંગથી દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી છે. આજે બધા 'KGF' ના રૉકીભાઈને ઓળખે છે. કન્નડ સુપરસ્ટાર યશે 'KGF'માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. જો કે હવે તે આવનારા દિવસોમાં ઘણા નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. એવા અહેવાલ છે કે યશે દક્ષિણના મોટા દિગ્દર્શક સાથે એક મેગા બજેટ ફિલ્મ સાઈન કરી છે, જેથી તે ફરી એકવાર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ ઐતિહાસિક યુદ્ધ સાથે સંબંધિત હશે જે ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મને લઈને લોકોમાં ચર્ચા શરુ થઈ ગઈ છે.

ઐતિહાસિક વૉર ડ્રામા ફિલ્મમાં જોવા મળશે યશ

ઐતિહાસિક વૉર ડ્રામા ફિલ્મમાં જોવા મળશે યશ

પિંકવિલાના સમાચાર અનુસાર 'KGF' ફેમ યશ ટૂંક સમયમાં સાઉથના સુપર ડાયરેક્ટર શંકર શાનમુગમની નવી ફિલ્મમાં જોવા મળશે. બંને વચ્ચે મોટા બજેટની ફિલ્મને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મ એક ઐતિહાસિક યુદ્ધ ડ્રામા હશે જે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં મોટા સ્ટાર્સ સાથે રજૂ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ પર ઘણા પૈસા ખર્ચવામાં આવશે. તેનુ બજેટ બૉલિવુડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' કરતા પણ વધુ હશે.

એક હજાર કરોડના બજેટમાં બની રહી છે ફિલ્મ

એક હજાર કરોડના બજેટમાં બની રહી છે ફિલ્મ

મળતી માહિતી મુજબ સાઉથના સુપરસ્ટાર યશની આ ફિલ્મ તમિલની એપિક નૉવેલ વાલપેરી પર આધારિત હોઈ શકે છે. આ પ્રોજેક્ટ વિશે કહેવામાં આવી રહ્યુ છે કે મેકર્સે યશ અને આ મલ્ટી સ્ટારર ફિલ્મ માટે 1000 કરોડનુ બજેટ નક્કી કર્યુ છે. વળી, એવા સમાચાર છે કે કરણ જોહરથી લઈને નેટફ્લિક્સ જેવા મોટા બેનર મળીને તેને પ્રોડ્યુસ કરી શકે છે.

એકસાથે ઘણા સ્ટાર્સ જોવા મળશે

એકસાથે ઘણા સ્ટાર્સ જોવા મળશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખાસ બનવાની છે. આ ફિલ્મમાં ઘણા સ્ટાર્સ સાથે જોવા મળવાના છે. તેમજ આ ફિલ્મમાં અનેક પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે જેથી જીવનના દરેક ક્ષેત્રના દર્શકો તેનો આનંદ માણી શકે.

2027માં રિલીઝ થશે આ ફિલ્મ

2027માં રિલીઝ થશે આ ફિલ્મ

તમને જણાવી દઈએ કે હાલમાં આ ફિલ્મ બનાવવા માટે માત્ર ચર્ચા જ થઈ રહી છે. આ ફિલ્મને બનાવવામાં ઘણો સમય લાગી શકે છે. નિર્માતાઓ અનુસાર આ ફિલ્મનુ શૂટિંગ લગભગ 4 વર્ષમાં પૂર્ણ થશે અને તે વર્ષ 2027 સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X