શ્વેતા બચ્ચનની બર્થડે પાર્ટીમાં પતિ સાથે પહોંચી કિયારા-કેટરીના, બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં છવાયો
હાલમાં જ શ્વેતા બચ્ચને તેનો 49મોં બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેની બર્થ ડે પાર્ટીઓમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો.

હાલમાં જ શ્વેતા બચ્ચનને તેનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. શ્વેતા માટે અમિતાભ બચ્ચને બચ્ચન હાઉસમાં પાર્ટી રાખી હતી. પાર્ટીમાં મોતા સિતારા પોતાના પાર્ટનર સાથે પહોંચ્યા હતા. હવે આ પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પાર્ટીમાં કિયારા-કેટરીના છવાઈ હતી.
વિક્કી કૌશલ અને કેટરિના કૈફની ધમારેદાર એન્ટ્રી
પાર્ટીમાં વિક્કી કૌશલ અને કેટરિના કૈફ શાનદાર અંદાજમાં પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા. હવે બોલ્ડ કપલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ વીડિયોને કરી રહ્યા છે. પાર્ટી બાદ બન્ને એક જ કારમાં રવાના થયા હતા.
કિયારા સિદ્ધાર્થ સાથે પહોંચી
પાર્ટીમાં ન્યૂલી મેરીડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ પહોંચ્યા હતા. અહીં કિયારા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પાર્ટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારાની કેર કરતો જોવા મળ્યો હતો.
શિબાની દાંડેકરે મહેફિલ લૂંટી
કિયારા અને કેટરીના સિવાય પાર્ટીમાં શિબાની દાંડેકરે પતિ ફરહાન અખ્તર સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેના બોલ્ડ લુકે મહેફિલ લૂંટી લીધી હતી. હવે આ કપલના આ વીડિયો અને લુક પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
