અશ્લીલ દેખાવા નથી માંગતાં કિંગ મલખાન
મુંબઈ, 28 મે : મૉડેલમાંથી અભિનેતા બનનાર કિંગ મલખાને કામસૂત્ર 3ડી ફિલ્મ સાથે અભિનયની શરૂઆત કરી દીધી છે. તેમનું કહેવું છે કે તેમને પડદા ઉપર બિંદાસ્ત દેખાવામાં વાંધો નથી, પણ તેઓ અશ્લીલ દેખાવા નથી માંગતાં.

રૂપેશ પૉલ દિગ્દર્શિત કામસૂત્ર 3ડી ફિલ્મમાં કિંગ મલખાન શર્લિન ચોપરા સાથે રોમાંસ કરતાં દેખાશે. આ શર્લિનની પ્રથમ ફિલ્મ છે. કહે છે કે ફિલ્મમાં અનેક અંતરંગ દૃશ્યો છે.
કિંગ મલખાન કહે છે કે બિંદાસ્ત દેખાવાની કોઈ મર્યાદા નથી. એક અભિનેતા તરીકે હું પોતાને બિંદાસ્ત થતા નહીં રોકું. જ્યાં સુધી દૃશ્ય સૌંદર્ય બોધ સાથે ફિલ્માવાય, ત્યાં સુધી મારામાં બિંદાસ્ત થઈ કૅમેરાનો સામનો કરવાનો સાહસ છે. મને આ ભૂમિકા માટે પરિવારનો પણ સહકાર છે.
તેમણે જણાવ્યું - હું અંગત રીતે અનુભવું છું કે આપ ફિલ્મની પસંદગી નથી, કરતાં, પણ ફિલ્મ આપની પસંદગી કરે છે. મારા પરિવારના સભ્યો અને મારા પત્નીએ મારો બહુ સહકાર કર્યો અને મને આ ફિલ્મનો ભાગ બવના માટે પ્રેર્યો. હું ખુશ છું કે હું આ ફિલ્મનો ભાગ છું. કામસૂત્ર 3ડીનું શૂટિંગ જૂન મધ્ય સુધી ચાલશે.












Click it and Unblock the Notifications
