શિપ ઑફ થેસસથી પ્રેરાઈ અંગદાનની જાહેરાત કરતાં કિરણ
મુંબઈ, 12 જુલાઈ : આનંદ ગાંધી દિગ્દર્શિત શિપ ઑફ થેસસ ફિલ્મથી પ્રેરણા લઈ બૉલીવુડ ફિલ્મ નિર્માતા કિરણ રાવે પોતાના અંગો દાન કરવાની પ્રતિજ્ઞા કરી છે. રાવ આ ફિલ્મના નિર્માતા છે. ધોબી ઘાટના દિગ્દર્શક કિરણ રાવ માને છે કે જીવ બચાવવામાં આ એક મોટો ફાળો છે.

કિરણે શિપ ઑફ થિસસ અંગે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન જણાવ્યું - અંગદાન પાછળ મારું એક થૉટ છે. આ ફિલ્મે મને અંગદાન વિશે ઉંડાણપૂર્વક વિચારવાની તક આપી. અગાઉ હું વિચારતી હતી કે આપણે માત્ર આંખો જ દાન કરી શકીએ છીએ, પરંતુ હકીકત એ છે કે શરીરના દરેક અંગો કામના છે અને કોઈની જાન બચાવી શકે છે. આ વાત મને શિપ ઑફ થેસસ ફિલ્મ જોયા બાદ સમજાઈ.
કિરણ રાવ કે જેમના પતિ આમિર ખાન બૉલીવુડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા છે. કિરણે જણાવ્યું - મને અંગદાન કરવું ગમશે, બલ્કે આ સપ્તાહ આપણા સૌ માટે ખે જે જેઓ પોતાના અંગો દાન કરવા માંગે છે, પરંતુ તેમણે પ્રતિજ્ઞા નથી કરી. તેવા લોકોએ આ પ્રતિજ્ઞા કરી જ લેવી જોઇએ. હું સ્પષ્ટપણે માનુ છું કે અંગદાન કરવું મહત્વનું કામ છે અને પોતાના પછી પણ જીવનને જીવંત જોવાની ઉત્તમ તક છે.
નોંધનીય છે કે કિરણ રાવે યૂટીવી મોશન મિક્ચર્સ સાથે મળી દિગ્દર્શક આનંદ ગાંધીની ફિલ્મ શિપ ઑફ થેસસ રિલીઝ કરી રહ્યાં છ. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં દર્શકો માટે સંદેશ છે અને તે લોકોને ગમશે. આ ફિલ્મ 19મી જુલાઈના રોજ મુંબઈ, પુણે, દિલ્હી, કોલકાતા તેમજ બેંગલુરૂ ખાતે રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
