Treaser : જુલાઈમાં રિલીઝ થશે કિરણની શિપ ઑફ થેસસ
મુંબઈ, 13 મે : ફિલ્મ દિગ્દર્શક કિરણ રાવની પોતાની નિર્માણ કમ્પની હેઠળ બની રહેલી ફિલ્મ શિપ ઑફ થેસસ આગામી જુલાઈ માસમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રીઝર રિલીઝ થઈ ગયું છે અને યુટ્યુબ ઉપર સારું એવું આ ટ્રીઝર જોવાઈ રહ્યું છે.

કિરણ રાવે તાજેતરમાં જ પોતાની આ કમ્પની શરૂ કરી છે કે જેનું નામ છે ‘કિરણ રાવ.' યુવા કલાકારોને તક આપવા માટે કિરણ રાવે આ નિર્માણ કમ્પની શરૂ કરી છે.
બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના પત્ની હોવાની સાથે પોતાની જાતમાં પણ એક સેલિબ્રિટી કિરણ રાવ પોતાની પ્રથમ ફિલ્મ શિપ ઑફ થેસિસ 19મી જુલાઈના રોજ રિલીઝ થશે. નવોદિત દિગ્દર્શક આનંદ ગાંધી દિગ્દર્શિત શિપ ઑફ થેસિસ ફિલ્મનું ટ્રીઝર રિલીઝ થઈ ગયું છે.
<center><iframe width="650" height="417" src="http://www.youtube.com/embed/S5JW92zk32s" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
