અંબાણી પરિવાર પહેલા પણ બોલિવૂડમાં થયા છે મોંઘાદાટ લગ્ન, જાણો અત્યારસુધીના મોંધા લગ્નો વિશે

હાલ દુનિયાભરમાં અંબાણી પરિવારના વૈભવી લગ્નની ખુબ ચર્ચા છે. દેશના જાણીતા લોકો અને બોલિવૂડની હાજરીમાં આ લગ્ન સમારોહ ઉજવાઈ રહ્યો છે.

જો કે તમને જાણીને નવાઈ લાગશે કે અંબાણી પરિવારના આ લગ્ન પહેલા નથી જેમાં કરોડો રૂપિયા ફુંકાયા હોય. આ પહેલા પણ બોલિવૂડમાં આવા ઘણા લગ્ન જોવા મળ્યા છે.

most expensive Bollywood wedding

અહેવાલો અનુસાર, અંબાણી પરિવારના લગ્નમાં 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અંબાણીએ લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે. આ લગ્નમાં 2500 ખાદ્યપદાર્થો, રિટર્ન ગિફ્ટ તરીકે કરોડો રૂપિયાની ઘડિયાળ, સુરક્ષા માટે NSG કમાન્ડો જેવી ઘણી ઝીણવટભરી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન
જ્યારે પણ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા લગ્નની વાત આવે છે ત્યારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નનું નામ ચોક્કસપણે લિસ્ટમાં આવે છે. આ વૈભવી લગ્નમાં 105 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મહેમાનોને એક વૈભવી મહેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં પાંચ દિવસના રોકાણનો ખર્ચ 3.2 કરોડ રૂપિયા હતો.

દીપિકા-રણવીરના આલીશાન લગ્ન
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના વૈભવી લગ્નોમાંથી એક છે. આ લગ્નમાં બંનેએ સાથે મળીને ખર્ચ કર્યો હતો. આ વૈભવી લગ્નનો કુલ ખર્ચ 95 કરોડ રૂપિયા હતો. આ લગ્ન ખૂબ જ શાનદાર હતા. આ લગ્નમાં કપલે પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા.

વિરાટ-અનુષ્કાના લગ્ન
અનુષ્કા અને વિરાટ કોહલીના લગ્ન ખૂબ જ ભવ્ય હતા. જો આ લગ્નના કુલ ખર્ચની વાત કરીએ તો તેમાં 90 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. અનુષ્કાના લહેંગાની ખૂબ ચર્ચા થઈ હતી.

અભિષેક-ઐશ્વર્યાના રોયલ લગ્ન
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નની વાત કરીએ તો તેમના લગ્ન પણ એકદમ રોયલ હતા. કપલના લગ્નમાં કુલ 40 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ લગ્નની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા લગ્નોમાં પણ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X