• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનૂ સૂદના આ પગલાંથી નારાજ હતી તેમની પત્ની, જાણો તેમની પ્રેમ કહાની

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંકટમાં જો કોઈ સમાચાર અત્યારે રાહત આપનારા હોય તો એ છે પ્રવાસી મજૂરો માટે મસીહા બનેલા સોનૂૂ સૂદના. ફિલ્મોમાં મોટેભાગે નેગેટીવ ભૂમિકા ભજવનાર સોનૂ સૂદ અત્યારે રિયલ લાઈફમાં કોઈ હીરોની જેમ પ્રવાસી મજૂરોને તેમના ઘરે મોકલવા માટે દિવસ-રાત લાગેલા છે. હજારોની સંખ્યામાં આવા પ્રવાસી મજૂર છે જે લૉકડાઉનના કારણે મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં ફસાઈ ગયા હતા પરંતુ સોનૂ સૂદના કારણે આજે પોતાના ઘરોમાં પોતાના પરિવારની વચ્ચે છે. આ સમાચારો વચ્ચે આવો જાણીએ સોનૂ સૂદની પર્સનલ લાઈફ અને લાઈમ લાઈટથી દૂર રહેતી તેમની પત્ની સોનાલી વિશે.

કૉલેજના દિવસોમાં થઈ બંનેની મુલાકાત

કૉલેજના દિવસોમાં થઈ બંનેની મુલાકાત

વાત 1990ની છે જ્યારે સોનૂ સૂદના ફિલ્મી કરિયરની શરૂઆત નહોતી થઈ અને તે નાગપુરના યશવંતરાવ ચવ્હાણ કૉલેજ ઑફ એન્જિનિયરીંગનો બીઈનો અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત નાગપુરમાં જ એમબીએનો અભ્યાસ કરી રહેલ એક તેલુગુ છોકરી સોનાલી સાથે થઈ. બંનેએ એકબીજાને પસંદ કર્યા અને છેવટે તેમની જીવનસંગિની બની. એક ઈન્ટરવ્યુ દરમિયાન સોનૂ સૂદે જણાવ્યુ હતુ કે તેમણે ફિલ્મોમાં જવાના નિર્ણયથી સોનાલી ખુશ નહોતી પરંતુ તેમછતાં તેમણે દરેક પગલે સોનૂનો સાથ આપ્યો, તેમને સપોર્ટ કર્યો.

કરિયરના શરૂઆતના દિવસોમાં સોનાલીએ કર્યો સપોર્ટ

કરિયરના શરૂઆતના દિવસોમાં સોનાલીએ કર્યો સપોર્ટ

સોનાલીએ સોનૂ સૂદના કરિયરના શરૂઆતના દિવસોમાં તેમણે કેટલો સપોર્ટ કર્યો, આ વાતનો અંદાજ એનાથી લગાવી શકાય છે કે જ્યારે લગ્ન બાદ બંને મુંબઈ શિફ્ટ થયા તો તેમણે સ્ટ્રગલ કરી રહેલા ત્રણ અન્ય કલાકારો સાથે એક રૂમનનો ફ્લેટ શરે કર્યો. સોનૂ સૂદે ખુદ ઈન્ટરવ્યુ દરમિયાન આ અંગે ખુલાસો કર્યો અને જણાવ્યુ કે તેમની પત્નીએ જણાવ્યુ કે તેમની પત્નીએ ક્યારેય આ વિશે ફરિયાદ કરી નથી. સોનાલી ઘણીવાર સોનૂ સૂદ સાથે પાર્ટી અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે પરંતુ હંમેશા લાઈમ લાઈટથી દૂર રહે છે. સોનૂ સૂદ અને સોનાલીના બે દીકરા છે - ઈશાન અને અયાન.

કેટલી સંપત્તના માલિક છે સોનૂ સૂદ

કેટલી સંપત્તના માલિક છે સોનૂ સૂદ

1999થી પોતાના કરિયરની શરૂઆત કરનાર સોનૂ સૂદ ફિલ્મો ઉપરાંત જાહેરાતો દ્વારા પણ કમાણી કરે છે. રિપબ્લિક વર્લ્ડના સમાચાર અનુસાર સોનૂ સૂદ લગભગ વર્તમાનમાં 130.339 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. સોનૂ સૂદનુ ઘર મુંબઈના અંધેરી વેસ્ટમાં સ્થિત લોખંડવાલાના યમુનાનગરમાં છે. પ્રવાસી મજૂરો માટે બસોની વ્યવસ્થા કરવા ઉપરાંત સોનૂ સૂદે જૂહુમાં બનેલ પોતાની હોટલમાં ડૉક્ટરો, નર્સો અને પેરા મેડીકલ સ્ટાફ સહિત આરોગ્ય કર્મીઓને રોકાવા માટેની વ્યવસ્થા કરી હતી.

હૉરર ફિલ્મ અરુંધતિથી મળી સોનૂને ઓળખ

હૉરર ફિલ્મ અરુંધતિથી મળી સોનૂને ઓળખ

તેલુગુ, તમિલ,કન્નડ અને પંજાબી સહિત હિંદી ફિલ્મો દ્વારા સોનૂ સૂદને અસલી ઓળખ મળી. 2009માં તેલુગુ ભાષામાં બનેલી હોરર ફિલ્મ અરુંધતીથી. આ ફિલ્મમાં તેમના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી. ત્યારબાદ કન્નડ ભાષામાં બનેલી તેમની ફિલ્મ વિષ્ણુવર્ધન બ્લૉકબસ્ટર સાબિત થઈ અને આ ફિલ્મે લગભગ 250 કરોડ રૂપિયાની કમાણી કરી. સલમાન ખાન સાથે ફિલ્મ દબંગમાં તેમની નેગેટીવ ભૂમિકાને પણ ઘણી પસંદ કરવામાં આવી. હવે અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સાથે તેમની ફિલ્મ પૃથ્વીરાજ આવવાની છે જેનુ નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યુ છે.

પ્રવાસી મજૂરોની મદદ માટે દિવસ-રાત જોડાયેલા છે સોનૂ

પ્રવાસી મજૂરોની મદદ માટે દિવસ-રાત જોડાયેલા છે સોનૂ

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યા હતા. જેના કારણે મોટી સંખ્યામાં લોકો સામે રોજગારનુ સંકટ ઉભુ થઈ ગયુ. ત્યારબાદ પ્રવાસી મજૂર પગપાળા જ પોત પોતાના ઘરો માટે નીકળી પડ્યા હતા. આવી મુશ્કેલ સ્થિતિમાં સોનૂ સૂદે પ્રવાસી મજૂરો માટે બસોની વ્યવસ્થા કરી અને તેમને તેમના ઘરે મોકલવાનુ શરૂ કર્યુ. બસોની વ્યવસ્થા કરી અને સોનૂ સૂદે કહ્યુ કે મારુ માનવુ છે કે હાલમાં જ્યારે આપણે બધા આ વૈશ્વિક આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે પ્રત્યેક ભારતીયને પોતાના પરિવાર અને પ્રિયજનો સાથે રહેવુ જોઈએ અને તે આના હકદાર પણ છે.

વિશ્વભરમાં 54 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત, 3 લાખથી વધુના મોતવિશ્વભરમાં 54 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત, 3 લાખથી વધુના મોત

English summary
Know everything aboout Sonu Sood Wife Sonali, How They Got Married.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X