Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોણ છે રકુલ પ્રીત સિંહ, NCBએ કેમ મોકલ્યા છે સમન?

રકુલ પ્રીત સિંહને એનસીબીના સમન મળ્યા છે અને તે 25 સપ્ટેમ્બરે પૂછપરછમાં શામેલ થશે. આવો જાણીએ કોણ છે રકુલ પ્રીત સિંહ.

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ કનેક્શનની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ અભિનેત્રી રકુલ પ્રીત સિંહને પૂછપરછ માટે સમન મોકલ્યા છે. રકુલ પ્રીત સિંહ પોતાની તેલુગુ ફિલ્મની શૂટિંગ માટે તેલંગાના ગઈ હતી પરંતુ સમન મળ્યા બાદ 23 સપ્ટેમ્બરની રાતે મુંબઈ પાછી આવી. એનસીબીએ પૂછપરછ માટે તેને 25 સપ્ટેમ્બરે બોલાવી છે. રકુલ તરફથી આ વાતની પુષ્ટિ કરીને જણાવવામાં આવ્યુ છે કે તેને એનસીબીના સમન મળ્યા છે અને તે 25 સપ્ટેમ્બરે પૂછપરછમાં શામેલ થશે. આવો જાણીએ કોણ છે રકુલ પ્રીત સિંહ.

ઈન્ડિયન આર્મીમાં રહી ચૂક્યા છે રકુલના પિતા

ઈન્ડિયન આર્મીમાં રહી ચૂક્યા છે રકુલના પિતા

ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ પંજાબી પરિવારમાં જન્મેલી રકુલ પ્રીત સિંહના પિતા રાજેન્દ્ર સિંહ ઈન્ડિયન આર્મીમાં રહી ચૂક્યા છે. રકુલનો જન્મ પંજાબમાં જ થયો છે અને તેના જન્મ બાદ તેનો પરિવાર દિલ્લી આવી ગયો. દિલ્લીમાં ધોલા કુઆંની આર્મી પલ્બિક સ્કૂલમાંથી પ્રારંભિક અભ્યાસ બાદ રકુલે દિલ્લી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કૉલેજમાંથી પોતાનો આગળનો અભ્યાસ કર્યો. રકુલનો એક નાનો ભાઈ છે જેનુ નામ અમન પ્રીત સિંહ છે. ઘણી વાર સોશિયલ મીડિયા પર રકુલ પોતાના ભાઈ સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ફિલ્મ 'રામ રાજ્ય'થી તેનો ભાઈ પોતાની બૉલિવુડ કરિયર શરૂ કરવાનો છે.

કૉલેજના દિવસોમાં જ મૂક્યો મૉડલિંગની દુનિયામાં પગ

કૉલેજના દિવસોમાં જ મૂક્યો મૉડલિંગની દુનિયામાં પગ

રકુલ પ્રીત સિંહને શરૂઆતથી જ ફિલ્મોમાં એક્ટિંગનો શોખ હતો અને પોતાના કૉલેજના દિવસોથી જ તેણે મૉડલિંગની દુનિયામાં પગ મૂકી દીધો હતો. વર્ષ 2009માં કન્ન્ડ ફિલ્મ 'ગિલ્લી'થી રકુલે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. 'ગિલ્લી' તમિલની એક સુપરહીટ ફિલ્મની રિમેક હતી અને ફિલ્મમાં તેના કામની ઘણી પ્રશંસા થઈ. પોતાના પ્રારંભિક કરિયર વિશે રકુલે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે તેણે પૉકેટ મની માટે તે ફિલ્મ કરી હતી. ફિલ્મ ગિલ્લી હીટ થયા બાદ રકુલ પોતાનો અભ્યાસ કરવા માટે કૉલેજ પાછી આવી ગઈ પરંતુ તેણે મૉડલિંગ ચાલુ રાખ્યુ. 2011માં રકુલે ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો અને પાંચ સબટાઈટલ જીત્યા.

ફિલ્મ યારિયાં દ્વારા બૉલિવુડમાં એન્ટ્રી

ફિલ્મ યારિયાં દ્વારા બૉલિવુડમાં એન્ટ્રી

રકુલે એક વાર ફરીથી ફિલ્મોમાં જવાનો નિર્ણય લીધો અને અમુક તેલુગુ તેમજ તમિલ ફિલ્મો કરી. જો કે આમાંથી કોણ પણ ફિલ્મ રકુલને ઓળખ અપાવી શકી નહિ. નવેમ્બર 2013માં રકુલે સુદીપ કિશન સાથે 'વેંકટાદ્રી એક્સપ્રેસ' ફિલ્મ કરી જે હિટ સાબિત થઈ. આ ફિલ્મ બાદ રકુલ ટૉલિવુડમાં સૌથી ડિમાન્ડીંગ અભિનેત્રી બની ગઈ. વર્ષ 2015માં રકુલે ટૉલિવુડા બે મોટા સ્ટાર તેજા અને રામ ચરણ સાથે પણ ફિલ્મો કરી. ત્યારબાદ રકુલે ફિલ્મ યારિયાં દ્વારા બૉલિવુડની દુનિયામાં પગ મૂક્યો અને ફિલ્મ બૉક્સ ઑફિસમાં પણ સફળ રહી.

અભિનેતા રાણા દગ્ગુબાતી સાથે અફેરની અફવાઓ

અભિનેતા રાણા દગ્ગુબાતી સાથે અફેરની અફવાઓ

વર્ષ 2018માં રકુલ પ્રીતે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ અય્યારીમાં લીડ રોલ કર્યો. 2019માં તમિલ ફિલ્મ એનજીકે અને તેલુગુ ફિલ્મ મનમધુડુ-2 ઉપરાંત રકુલે બે હિંદી ફિલ્મોમાં મરજાવાં અને શિમલા મિર્ચીમાં કામ કર્યુ. આ ફિલ્મોમાં રકુલ પ્રીત સિંહના કામની પ્રશંસા કરવામાં આવી. જો કે રકુલને બૉલિવુડમાં અસલી ઓળખ મળી ફિલ્મ 'દે દે પ્યાર દે'થી. આ ફિલ્મમાં તેણે અજય દેવગન અને તબ્બુ સાથે કામ કર્યુ. હાલમાં સોશિયલ મીડિયા પર અભિનેતા રાણા દગ્ગુબાતી સાથે રકુલ પ્રીતના અફેરની અફવાઓ પણ ઉડી. જો કે રકુલે આ અફવાઓ પર કહ્યુ કે રાણા દગ્ગુબાતી માત્ર તેના સારા દોસ્ત છે.

NCBએ આ કારણે મોકલ્યા છે સમન

NCBએ આ કારણે મોકલ્યા છે સમન

રકુલ પ્રીત અને અભિનેત્રી રિયા ચક્રવર્તી એકબીજાની પાક્કી દોસ્ત છે. રકુલે રિયા ચક્રવર્તી સાથે પોતાના અમુક ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. હાલમાં જ રિયા ચક્રવર્તીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દિવંગત અભિેનેતા સુશાંતસિંહ રાજપૂત માટે ડ્રગ પૂરી પાડવાના આરોપમાં ધરપકડ કરી છે. ગયા સપ્તહાે સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા કે એનસીબી સાથે પૂછપરછમાં રિયાએ રકુલનુ નામ પણ લીધુ છે. અમુક પુરાવા હાથ લાગ્યા બાદ એનસીબીએ રકુલને પૂછપરછ માટે સમન જારી કર્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X