મમ્મી-પપ્પાને પણ ગમે છે કૅટ : રણબીરના અનેક ખુલાસા!
મુંબઈ, 5 ડિસેમ્બર : યુવતીઓની પ્રથમ પસંદગી બની ચુકેલા અભિનેતા રણબીર કપૂરના જીવનમાં કેટલી ગર્લફ્રેન્ડ્સ આવી? હાલમાં તેમની સૌથી નજીક કોણ છે? તેમના માતા-પિતા શું વિચારે છે? આવા તમામ પ્રશ્નો ઉપરાંત હાલના ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ વિશે અનેક ખુલાસા કર્યા છે રણબીર કપૂરે.
રણબીરે કૉફી વિથ કરણ શોમાં જણાવ્યું કે કઈ રીતે તેમણે પોતાના મમ્મી-પપ્પાના મનમાં કૅટરીના કૈફ અંગે ગેરસજમણો દૂર કરી. કરણ જૌહરના આ શોમાં રણબીરે જણાવ્યું - જ્યારે મારી મૈત્રી કૅટરીના સાથે થઈ અને નિકટતાઓ વધવા લાગી, ત્યારે મમ્મી-પપ્પા (નીતૂ સિંહ તથા ઋષિ કપૂર)ને જાણ થઈ. તેમણે વારંવાર મારી સાથે પાછલા બ્રેક-અપ્સ અંગે ચર્ચા કરી અને પૂછ્યું કે હવે તારો શો ઇરાદો છે? ત્યારે હું કંઈ પણ સ્પષ્ટ રીતે ન કહી શક્યો.
31 વર્ષીય રણબીર કપૂરને લાગે છે કે કૅટરીના તેમના માતા-પિતાને પણ પસંદ છે. કરણે જ્યારે રણબીરને પૂછ્યું કે ઋષિ કપૂર તેમની આ રિલેશનશિપ અંગે શું વિચારે છે? ત્યારે જવાબમાં રણબીરે જણાવ્યું - મને નથી લાગતું કે જ્યારે તેમને કોઈ એમ પૂછશે કે તેમનો પુત્ર ગર્લફ્રેન્ડ ધરાવે છે, તો તેઓ હા કહેશે... મને નથી લાગતું કે તેઓ આ બાબતને એક્સેપ્ટ પણ કરશે. તેઓ માત્ર એટલું જ કહેશે કે ચાલો સાથે ભોજન કરીએ.
ચાલો તસવીરો સાથે બતાવીએ આગળ શું બોલ્યાં રણબીર કપૂર :

મમ્મી-પપ્પાને કૅટ સાથે ડિનર કરાવીશ
કરણે પ્રશ્ન કર્યો કે પોતાની ગર્લફ્રેન્ડની પિતા સાથે મુલાકાત વખતે આપને કેવું અનુભવાતુ હતું? એક યુવા સ્ટાર તરીકે આપ અસહજ અનુભવતા હતાં? રણબીરે જણાવ્યું - મને ખબર નથી. મેં એવા પ્રયત્નો ક્યારેય કર્યા નથી અને નથી મેં ક્યારેય પોતાના માતા-પિતાને ગર્લફ્રેન્ડ સાથે ડિનરની વાત કરી. હા શક્ય છે કે બહુ જલ્દી હું પોતાની ગર્લફ્રેન્ડ સાથે તેમને ડિનર પર લઈ જાઉં.

મમ્મી પૉઝિટિવ
દીપિકા પાદુકોણે સાથે લાંબો વખત ડેટિંગ કરનાર રણબીરે માન્યું કે તેમના માતા ગર્લફ્રેન્ડ્સ અંગે હકારાત્મક અભિગમ ધરાવે છે. રણબીરે જણાવ્યું - મારી ગર્લફ્રેન્ડ્સની બાબતમાં તેઓ બહુ કૂલ છે અને આ સાચુ છે.

વિવાદ દુર્ભાગ્યપૂર્ણ
રણબીરે જણાવ્યું - મારા માતા-પિતાએ આટલા વર્ષો સુધી સખત મહેનત કરી એક મુકામ હાસલ કર્યો, પણ દુર્ભાગ્યે તેમને લોકોએ એવા વિવાદમાં નાંખ્યાં કે જે એક છોકરીના કારણે થયો. તેમને આ વાત જરાય નહીં ગમી.

8મીએ પ્રસારણ
કહે છે કે 8મી ડિસેમ્બર રવિવારના રોજ પ્રસારિત થનાર કૉફી વિથ કરન એપિસોડમાં રણબીર પોતાની કૅટ સાથેની રિલેશનસિપ અંગે અનેક ખુલાસાઓ કરશે.

કરીના પણ રહેશે
આ એપિસોડમાં રણબીર સાથે તેમના પિતરાઈ બહેન કરીના કપૂર પણ હાજર રહેશે.












Click it and Unblock the Notifications
