રણવીરથી ત્રાસી કોંકણા, છુટાછેડાની તૈયારી

કોંકણાના રણવીર સાથે લગ્ન 3જી સપ્ટેમ્બર 2010ના રોજ થયા હતાં અને 2011માં કોંકણાએ રણવીરના બાળકને જન્મ પણ આપ્યો હતો. તેનું નામ હારૂન છે, એમ તો રણવીર અને કોંકણા ઘણા જુના અને સારા મિત્રો છે, પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી બંને વચ્ચેના સંબંધો વણસ્યા છે.
કોંકણાની એક નજીકની મિત્રના જણાવ્યા મુજબ રણવીર શૌરી સાથે કોંકણા માટે રહેવું હવે મુશ્કેલી ભર્યું થઈ ગયું છે. કોંકણાએ આ સંબંધ ટકાવી રાખવા ઘણાં બધાં પ્રયત્નો કર્યાં, પરંતુ વાત હવે બહુ આગળ વધી ગઈ છે. એટલે જ કોંકણાએ રણવીરથી છુટા પડવાનું નક્કી કરવુ પડ્યું.
રણવીરના જીવનમાં કોંકણા અગાઉ મૉડેલ પૂજા હતી. રણવીર પૂજા સાથે લગ્ન પણ કરવા માંગતા હતાં, પરંતુ ફાઇનલી તેમના લગ્ન તેમની સારી મિત્ર કોંકણા સેન શર્મા સાથે થયાં. રણવીરે પોતાનું કરિયર એક છોટી સી લવ સ્ટોરી સાથે શરૂ કર્યુ હતું, પરંતુ તેઓ ફિલ્મ ખોસલા કા ઘોસલા અને પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ દ્વારા પ્રસિદ્ધિ પામ્યાં. રણવીરે સિંઘ ઈઝ કિંગ, જિસ્મ તેમજ આજા નચલે જેવી ફિલ્મોમાં પણ નાના-મોટા રોલ કર્યાં છે.












Click it and Unblock the Notifications
