કૃતિ સેનન રિતિકની હિરોઈન બનવા માટે ભારે મહેનત કરી રહી છે

રાકેશ રોશન અને રિતિક રોશન પોતાની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી ફિલ્મ ક્રિશ ના આગળના પાર્ટની તૈયારી માટે જોડાઈ ગયા છે. ક્રિશ 4 ફિલ્મની કહાની પર સતત કામ ચાલી રહ્યું છે.

રાકેશ રોશન અને રિતિક રોશન પોતાની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી ફિલ્મ ક્રિશ ના આગળના પાર્ટની તૈયારી માટે જોડાઈ ગયા છે. ક્રિશ 4 ફિલ્મની કહાની પર સતત કામ ચાલી રહ્યું છે. હવે ખબર આવી રહી છે કે ફિલ્મની હિરોઈન બનવા માટે કૃતિ સેનન પુરજોશ કોશિશ કરી રહી છે. છેલ્લા બે દિવસમાં બીજી વખત કૃતિ સેનન રાકેશ રોશનની ઓફિસમાં જોવા મળી.

આ પણ વાંચો: OMG: સિગરેટ પીતી યુવતીઓ અંગે ક્રિતીએ આ શું કહી દીધું?

જયારે રાકેશ રોશને થોડા દિવસ પહેલા જ હિન્ટ આપી હતી કે પ્રિયંકા ચોપરા આ ફિલ્મની હિરોઈન હશે. પરંતુ ફિલ્મની હિરોઈન માટે દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફનું નામ પણ ચર્ચાઈ ચૂક્યું છે.

ફિલ્મની હિરોઈન વિશે હાલમાં કોઈ પણ નિર્ણય નથી થઇ શક્યો

ફિલ્મની હિરોઈન વિશે હાલમાં કોઈ પણ નિર્ણય નથી થઇ શક્યો

હવે એવી પણ આવી રહી છે કે ક્રિશ 4 ફિલ્મની લીડ હિરોઈન બનવા માટે ઘણી અભિનેત્રીઓ મહેનત કરી રહી છે. રાકેશ રોશન દરેક એવી અભિનેત્રી સાથે મુલાકાત કરી રહ્યા છે, જેઓ ફિલ્મમાં રિતિક સાથે કામ કરવા માંગે છે. ફિલ્મની હિરોઈન વિશે હાલમાં કોઈ પણ નિર્ણય નથી થઇ શક્યો. હાલમાં ફિલ્મની સ્ક્રીપટ પર કામ ચાલી રહ્યું છે.

કૃતિએ અક્ષય કુમારની ફિલ્મ છોડી

કૃતિએ અક્ષય કુમારની ફિલ્મ છોડી

હવે જો કૃતિ સેનન વિશે વાત કરવામાં આવે તો બોલિવૂડમાં તેનો સફર ખુબ જ રસપ્રદ રહ્યો છે. હિરોપંતિમાં ટાઈગર શ્રોફ સાથે કામ કર્યા પછી તેને અક્ષય કુમારની ફિલ્મ સિંહ ઇસ બ્લિન્ગ પણ ઓફર કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન તેને રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલે ઓફર થઇ અને કૃતિએ અક્ષય કુમારની ફિલ્મ છોડી દીધી.

યશરાજ ફિલ્મની ઓફર પણ નકારી

યશરાજ ફિલ્મની ઓફર પણ નકારી

ત્યારપછી કૃતિ સૅનનને સલમાન ખાનની ફિલ્મ સુલતાન ઓફર કરવામાં આવી. પરંતુ યશરાજ ફિલ્મ્સ તેને યશરાજ ટેલેન્ટ હેઠળ બાંધવા માંગતું હતું જ્યાં દરેક નવો સ્ટાર યશરાજ સાથે ત્રણ ફિલ્મો કરે છે. કૃતિએ તેનાથી સાફ ઇન્કાર કરતા કહ્યું કે તે નવું ટેલન્ટ નથી.

ફિલ્મોની લાઈન

ફિલ્મોની લાઈન

કૃતિની સુશાંત સિંહ સાથે આવેલી ફિલ્મ રાબતા ફ્લોપ થઇ પરંતુ બરેલી કી બરફી ઘ્વારા કૃતિ ફરી એકવાર રૂપેરી પરદે ચમકી ઉઠી. હાલમાં તેની પાસે અર્જુન પટિયાલા રિલીઝ થવા માટે તૈયાર છે. તેની સાથે સાથે કાર્તિક આર્યન સાથે લુકાછૂપી ફિલ્મ પણ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X