VIDEO: કૃતિ સેનનની બર્થડે પાર્ટીમાં બહેનનો પગ લપસ્યો, વીડિયો વાયરલ

કૃતિની બહેન અને મોડલ નુપૂર પણ આ ખાસ મોકા પર બહેન સાથે હતી પરંતુ પાર્ટીમાં આવતા પહેલા જ તેની સાથે એક એમ્બેરેસિંગ ઘટના બની હતી.

થોડીક જ ફિલ્મોથી બોલિવુડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી કૃતિ સેનને હાલમાં જ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. 27 જુલાઈ, 1990 ના રોજ જન્મેલી કૃતિ સેનને પોતાના બર્થડેના પ્રસંગે મુંબઈની જાણીતી હોટલમાં પાર્ટી આપી હતી જેમાં ઘણા મોટા સિતારા શામેલ થયા હતા. કૃતિ સાથે આ પ્રસંગે તેની નાની બહેન નુપૂર પણ સાથે હતી. નુપૂર બહેનના જન્મદિવસ પર ઘણી એક્સાઈટેડ હતી પરંતુ પાર્ટીમા આવતા જ એક ઘટના બની ગઈ. નુપૂર જેવી પાર્ટીમાં આવવા માટે ગાડીમાંથી ઉતરી તેનો પગ લપસી ગયો અને તે પડી ગઈ.

kriti

હાલમાં જ 28 વર્ષની થયેલી કૃતિ સેનને પોતાના જન્મદિવસે બોલિવુડના દોસ્તો માટે એક મોટી પાર્ટી રાખી હતી. કૃતિની આ પાર્ટીમાં કરણ જૌહરથી લઈને સોફી ચૌધરી, મનીષ મલ્હોત્રા અને નુશરત ભરોચા પહોંચ્યા હતા. કૃતિની બહેન અને મોડલ નુપૂર પણ આ ખાસ મોકા પર બહેન સાથે હતી પરંતુ પાર્ટીમાં આવતા પહેલા જ તેની સાથે એક એમ્બેરેસિંગ ઘટના બની હતી.

લાલ રંગના ચમકીલા પોષાકમાં નુપૂર આ પાર્ટીમાં શામેલ થવા માટે આવી. નુપૂર વેન્યુ પર અંદર આવવા માટે જેવી ગાડીમાંથી ઉતરી, તેનો પગ લપસ્યો અને તે પડી ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધી લાખો લોકો આને જોઈ ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X