જાંઘો સુધી કપાયેલા શિમરી બોલ્ડ ડ્રેસમા કૃતિ સેનને બોલ્ડનેસનો તડકો માર્યો, ફોટો વાયરલ
અભિનેત્રી કૃતિ સેનન આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ આદિપૂરષમાં વ્યસ્ત છે. જો કે તે ફિલ્મ સાથે સાથે તેની ફેશન અને અફેરને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તે પ્રભાસને ડેટ કરી રહી છે. આ વખતે તે તેના અફેર નહીં પરંતુ તેની બોલ્ડ ફેશનને કારણે ચર્ચામાં આવી છે.
હાલમાં જ કૃતિ સેનને તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા છે. આ ફોટો હવે વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં કૃતિનો સુપર બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. ફેન્સ તેની બોલ્ડનેસ જોઈને દિવાના બની રહ્યા છે.

લેટેસ્ટ ફોટોમાં કૃતિ સેનન બોલ્ડ શિમરી ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસ સાથે બ્રાલેટમાં કૃતિ કમાલની ખૂબસૂરત લાગી રહી છે. કૃતિના આ ડ્રેસમાં મોટો કટ જોવા મળી રહ્યો છે. આ કટ તેના ડ્રેસને એકદમ બોલ્ડ અને ગ્લેમરસ બનાવી રહ્યો છે. ફોટોમાં કૃતિની ખૂબસૂરતી જોઈને કોઈ પણ દિવાના બની શકે છે. અહીં તેના ગ્લેમરસ લેગ્સ ફેન્સને ઘાયલ કરી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ સાથે કૃતિ સેનને લખ્યુ કે, જો એક પાત્રને છોડીને બીજા પાત્ર પર આગળ વધવું એ મારા વાળ કાપવા જેટલું સરળ હતું. હવે ફેન્સ તેના ફોટો પર લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કૃતિ સેનન શાહિદ કપૂર સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ લૂકમાં કૃતિ સેનન અને શાહિદ કપૂર બાઇક પર રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. આ સિવાય તે ટાઈગર શ્રોફ સાથે પણ જોવા મળવાની છે.












Click it and Unblock the Notifications
