ચેન્નઈ એક્સપ્રેસ સહિત તમામ રેકૉર્ડ્સ તોડતી ક્રિશ 3

મુંબઈ, 6 નવેમ્બર : ગત 1લી નવેમ્રે રિલીઝ થયેલ રાકેશ રોશન દિગ્દર્શિત ક્રિશ 3 ફિલ્મે બૉક્સ ઑફિસ ઉપર અત્યાર સુધીના તમામ રેકૉર્ડ તોડી નાંખ્યા છે. ફિલ્મ એક દિવસમાં આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે, તો બીજી બાજુ ક્રિશે શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મને પાછળ મૂકી દીધી છે. ક્રિશ 3એ રિલીઝના ચોથા દિવસે 35.91 રુપિયાની કમાણી કરી હતી, જ્યારે શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસે ચોથા દિવસે 33 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ ક્રિશ 3 ફિલ્મે બૉક્સ ઑફિસ ઉપર સો કરોડ રુપિયાની કમાણીનો આંક પણ ઓળંગી લીધો છે.

krrish3
વ્યાપાર વિશેષજ્ઞ તરણ આદર્શે ટ્વિટર પર લખ્યું - સોમવારે ક્રિશે 100 કરોડનો આંક ઓળંગી લીધો. શુક્રવારથી સોમવાર સુધી ફિલ્મની કમાણી 108.61 કરોડ રુપિયા રહી. તેમણે જણાવ્યું કે ક્રિશ 3 ફિલ્મે એક દિવસમાં આટલી વધુ કમાણીનો નવો રેકૉર્ડ સ્થાપ્યો છે. ફિલ્મની સફળતાએ રોશન પરિવારની દિવાળી સફળ બનાવી દીધી. ક્રિશ 3 હિન્દી જ નહીં, પણ તામિળ અને તેલુગુ ભાષામાં પણ લોકોને આકર્ષવામાં સફળ રહી. 100-150 કરોડ રુપિયાનું બજેટ ધરાવતી ક્રિશ 3 શુક્રવારે 3500 સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી.

નોંધનીય બાબત એ છે કે શાહરુખ ખાનના બૅનર રેડ ચિલીઝ એંટરટેનમેંટના ઉપખંડ રેડ ચિલીઝ વીએફએક્સે ક્રિશ 3ના સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે કામ કર્યું છે કે જેની પડતર લગભગ 26 કરોડ રુપિયા છે. ક્રિશ 3 2003માં રિલીઝ થયેલી કોઈ મિલ ગયાથી શરુઆત કરનાર આ ફ્રેંચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં હૃતિક રોશન ટ્રિપલ રોલમાં છે, તો વિવેક ઓબેરૉય નેગેટિવ રોલમાં છે. તેને માત્ર માથુ અને બે આંગળીયો જ ઉઠે છે. પ્રિયંકા ચોપરા હીરોઇન છે, તો કંગના રાણાવત સુપરવુમન તરીકે વિલનના રોલમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X