ક્રિશ 3ની ફર્સ્ટ ડે કમાણી 20 કરોડ, કોઈ રેકૉર્ડ ન તુટ્યું
મુંબઈ, 2 નવેમ્બર : ક્રિશ 3 ફિલ્મે બૉક્સ ઑફિસે શરુઆત તો બહુ સારી કરી, પણ ફિલ્મ કોઈ રેકૉર્ડ તોડવામાં સફળ રહી નથી. ક્રિશ 3એ પહેલા દિવસે બૉક્સ ઑફિસે 20 કરોડની કમાણી કરી છે. જોકે ટ્રેડ એક્સપર્ટ્સને વિશ્વાસ હતો કે ફિલ્મ બૉક્સ ઑફિસ ઉપર ધમાલ મચાવશે અને સાથે જ શાહરુખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના રેકૉર્ડ પણ તોડશે. ઉપરાંત એમ પણ કહેવાતુ હતું કે હૃતિક રોશનની જ ફિલ્મ અગ્નિપથની પહેલા દિવસની 23 કરોડની કમાણીના રેકૉર્ડને પણ ક્રિશ 3 તોડી પાડશે.

નોંધનીય છે કે હૃતિક રોશન અભિનીત અગ્નિપથે પહેલા જ દિવસે લગભગ 23 કરોડ રુપિયાની કમાણી કરી હતી, તો ચેન્નઈ એક્સપ્રેસનું પહેલા દિવસનું કલેક્શન 33.12 કરોડ હતું કે જે સૌથી મોટો રેકૉર્ડ છે, પણ ટ્રેડ એક્સપર્ટ્સનું કહેવુ હતું કે ક્રિશ 3 કે જે એક સાથે 4000 સ્ક્રીન્સ ઉપર રિલીઝ થાય છે, તેથી તે સરળતાથીઆ રેકૉર્ડ તોડી શકશે, પણ આવુ થયુ નથી.












Click it and Unblock the Notifications
