For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાઇનલી 4થી નવેમ્બરે રિલીઝ થશે ક્રિશ 3

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 જૂન : બહુચર્ચિત ફિલ્મ ક્રિશ 3ની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે. ફિલ્મ નિર્માતા રાકેશ રોશને જાહેરાત કરી છે કે ફિલ્મ આ વર્ષે દીવાળીના એક દિવસ પછી 4થી નવેમ્બરના રોજ રિલીઝ થશે.

hritik

રાકેશ રોશને એમ પણ જણાવ્યું કે ક્રિશ 3નું ખાસ ટ્રેલર રોહિત શેટ્ટી દિગ્દર્શિત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મની રિલીઝ સાથે લૉન્ચ કરાશે. રોશને જણાવ્યું - અમારી ફિલ્મનું ખાસ ટ્રેલર 8મી ઑગસ્ટે રિલીઝ કરાશે. રાકેશ રોશન તથા તેમના અભિનેતા પુત્ર હૃતિક રોશન ઘણા વખતથી ક્રિશ 3 ફિલ્મને દીવાળીએ રિલીઝ કરવા અંગે દ્વિઘામાં હતાં. અગાઉ રિલીઝ ડેટ 3 નવેમ્બર નક્કી કરાઈ હતી, પછી તેને દીવાળી તહેવોરને જોતા એક દિવસ આગળ કરી 4થી નવેમ્બર કરાઈ છે.

એક સૂત્રના જણાવ્યા મુજબ ક્રિશ 3 ફિલ્મનું પ્રદર્શન દીવાળીના દિવસે 3જી નવેમ્બરે કરવાનું હતું, પરંતુ વિતરકો તેમજ પ્રદર્શકોને લાગ્યું કે દીવાળીના દિવસે લક્ષ્મી પૂજન માટે લોકો ઘરોમાં રહેતા હોય છે. તેથી તેનું પ્રદર્શન હવે 4થી નવેમ્બરે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હૃતિક રોશન સાથે પ્રિયંકા ચોપરા છે.

English summary
It's final. "Krrish 3" is set to release on November 4, a day after Diwali this year, says filmmaker Rakesh Roshan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X